![]()
Vadodara Drink And Drive : વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાત્રે 3:00 વાગે સુશેન સર્કલ પાસેથી એક કાર પૂર ઝડપે અને વાંકી ચૂકી જતી હોય કારને રોકીને પોલીસે તપાસ હાથ ધરી હતી. કારચાલકને નીચે ઉતારી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ રવિન્દ્ર રમણભાઈ પરમાર (રહે-વ્રજભૂમિ સોસાયટી, મકરપુરા) જણાવ્યું હતું. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ મિતેશ ત્રિભુવનભાઈ પરમાર (રહે- ઇન્દ્ર લોક સોસાયટી, મકરપુરા) જણાવ્યું હતું. બંને એ દારૂનો નશો કર્યો હોવાનું જણાય આવ્યું હતું. કારમાંથી પોલીસને દારૂની એક આખી બોટલ અને બીજી અડધી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










