gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત, પરિવારના પોલીસ પર આરોપ…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત, પરિવારના પોલીસ પર આરોપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા 40 વર્ષીય શખસે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યાં છે.

શું હતી સમગ્ર ઘટના?

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા જીવણ નગર વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવા અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઘરકંકાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પાણીગેટ પોલીસે રમેશ વસાવાની અટકાયત કરી હતી અને અટકાયતી પગલાં હેઠળ તેને લોકઅપમાં પૂરી દીધો હતો.

માહિતી અનુસાર, લોકઅપમાં રમેશની સાથે અન્ય ત્રણ શખસો પણ હતા. આજે (21મી જાન્યુઆરી) વહેલી સવારે રમેશ લોકઅપમાં આવેલા ટોયલેટમાં ગયો હતો. લાંબો સમય સુધી તે બહાર ન આવતા સાથી શખસોએ તપાસ કરી હતી, જ્યાં રમેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કેદીઓએ બૂમો પાડતા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રમેશે તેના સ્વેટરની દોરી વડે શૌચાલયમાં ફાંસો ખાઈ લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદના માણેકચોકમાં બંગાળી યુવકનો આપઘાત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

પરિવારનો આક્રોશ અને પોલીસ પર આક્ષેપ

યુવકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારે આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે કે, રમેશનું મોત આપઘાતથી નહીં પરંતુ પોલીસના ઢોર મારને કારણે થયું છે. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો અને તણાવની સ્થિતિ સર્જાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો છે.

મોતનું કારણ પીએમ બાદ સ્પષ્ટ થશે

ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં પીએમ કરવાની અને સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ | telangana stra…

તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ | telangana stra...

ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી | maharashtra news raj tha…

ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી | maharashtra news raj tha...

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

3 months ago
બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict:…

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો | Una Case Verdict:…

1 week ago
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

8 months ago
મહાકાલ નગરીના જ્યોતિષે આઝાદીનું મુહૂર્ત કાઢ્યું હતું, જાણો 15 ઓગસ્ટની કેમ પસંદગી થઈ? | Why August 15…

મહાકાલ નગરીના જ્યોતિષે આઝાદીનું મુહૂર્ત કાઢ્યું હતું, જાણો 15 ઓગસ્ટની કેમ પસંદગી થઈ? | Why August 15…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News