![]()
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર શહેરના બી
ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વઢવાણ ડાંગસીયા પરામાં રહેતા સચિન
ઉર્ફે સચુ ગોપાલભાઈ મુંધવાના ઘરે દારૃનો દરોડો પાડયો હતો. દરોડામાં સચિનના ઘરમાંથી
વિદેશી દારૃની નાની અને મોટી ૯૨ બોટલ (રૃ.૧૬,૬૦૦) મળી આવી હતી.
પોલીસે મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન હાજર મળી નહીં મળી આવેલા
શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.









