અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય હેન્ડલુમ એસકપોનું કરાયું આયોજન. 18 થી 24 માર્ચ ચાલશે આ એક્સપો..
વ
ડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ, બી જે પાર્કની સામે હેન્ડલૂમ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે..
આ એક્સપોમાં ગુજરાત, હરિયાણા, બિહાર, લદાખ, રાજસ્થાન , તેલંગાણા , ઉત્તર પ્રદેશ , મધ્ય પ્રદેશ સહિત દેશ ભરમાંથી 44 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે.જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી આપતા પરંપરાગત વસ્ત્રો અને સાથે જ આધુનિક ડિઝાઇન અને ટ્રેન્ડી ફેશનનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે.
18 મી તારીખે શરૂ થયેલ આ એક્સપોની અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઇ મકવાણાએ વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને કારીગરો સાથે તેમના કાર્ય અંગે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતા.
ભારતીય લોકકળા ને લુપ્ત થતા અટકાવવા અને હસ્ત કારીગરોને પ્રોત્સાહન આપવા આ એકપોની એકવાર મુલાકાત લેવા સાંસદ અને વિવર્સ સર્વિસ સેન્ટર, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર મનોજ કુમારે અપીલ કરી હતી. આ એક્સપો 24 તારીખ સુધી ચાલશે.
આ એક્સપોનું આયોજન વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર, વિવર્સ સર્વિસ સેન્ટર અમદાવાદ અને ડેવલોપમેન્ટ કમિશ્નર (હેન્ડલુમ) દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. જ્યાં સાંજે 4 વાગ્યા બાદ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવે છે.










