gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વાદળો દ્વારા પર્વર્તોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ…’, હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર | Deadly m…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
‘વાદળો દ્વારા પર્વર્તોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ…’, હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર | Deadly m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Report On Himalayas: શું તમને લાગે છે કે પર્વતોની હવા અને વાદળો હંમેશા સ્વચ્છ અને શુદ્ધ હોય છે? જો હા, તો એક નવી સ્ટડી તમને ચોંકાવી શકે છે. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વાદળો દ્વારા ધૂળ અને પ્રદૂષણથી ભરેલી જીવલેણ ધાતુઓ ભારતના પર્વતીય વિસ્તારો, જેમ કે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટમાં પહોંચી રહી છે. આ ધાતુઓ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભો કરી રહી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ બધું શું છે? આ કેવી રીતે થઈ રહ્યું છે? આનાથી શું જોખમ છે?

શું છે જીવલેણ ધાતુઓ?

આ સ્ટડી એન્વાયર્નમેન્ટલ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ રિપોર્ટ દર્શાવે છે કે વાદળો કેડમિયમ (Cd), નિકલ (Ni), કોપર (Cu), ક્રોમિયમ (Cr) અને ઝીંક (Zn) જેવી જીવલેણ ધાતુઓને લઈને આવે છે. આ ધાતુઓ માત્ર ન કેન્સર જેવા ખતરનાક રોગોનું કારણ બની શકે છે, પરંતુ તે બાળકોમાં હાડકાની નબળાઈ, કિડનીની સમસ્યાઓ અને માનસિક વિકાસની સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. કોલકાતાની બોઝ ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ આ રિસર્ચ કર્યું છે.

કેવી રીતે થઈ આ સ્ટડી?

વિજ્ઞાનીઓએ ઉનાળાના છેલ્લા દિવસોથી લઈને 2022માં ચોમાસાની શરૂઆત સુધીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર (IITM કેમ્પસ) અને પૂર્વ હિમાલયમાં દાર્જિલિંગ (બોસ ઈન્સ્ટિટ્યૂટ) માંથી લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ચોમાસાના વાદળો બંગાળની ખાડી દ્વારા પશ્ચિમ ઘાટથી થઈને હિમાલય સુધી પહોંચે છે. તેમણે એવા વાદળોનો અભ્યાસ કર્યો જે વરસાદ નથી પાડતા (નૉન-પ્રેસિપિટેટિંગ ક્લાઉડ). તેમને જાણવા મળ્યું કે તેમાં ધાતુઓનું પ્રમાણ વધુ છે.

આ ધાતુઓ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

આ ધાતુઓ હવામાં તરતી રહે છે અને શ્વાસ લેવાથી, પીવાના પાણીથી કે ત્વચાના સંપર્કથી શરીરમાં પ્રવેશ કરે છે. આનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.

નિકલ (Ni) અને ક્રોમિયમ (Cr): ત્વચા પર એલર્જી અને અસ્થમા જેવી સમસ્યાઓનું કારણ બને છે.

કેડમિયમ (Cd): હાડકાં નબળા પાડે છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે.

ક્રોમિયમ (Cr): શ્વાસ દ્વારા અંદર જવાથી ફેફસાંના કેન્સરનું જોખમ વધે છે. 

લાંબા સમય સુધી અસર: ફેફસાં, લીવર અને કિડનીની જૂની બીમારીઓ, હૃદય રોગ અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

બાળકોને જોખમ: બાળકો આ ધાતુઓથી 30% વધુ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય રોગ અને માનસિક મંદતાનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચો: રશિયાથી ઓઇલની આયાત, ઈમિગ્રેશનમાં ગેરરીતિ અને વેપાર ઓછો…: ટ્રમ્પના સહયોગીએ ગણાવ્યું ફરિયાદોનું લિસ્ટ

વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, સૂર્યપ્રકાશમાં આ ધાતુઓ રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીઝ (ROS) ઉત્પન્ન કરે છે, જે DNAને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે.

ક્યાંથી આવી રહી છે આ ધાતુઓ?

આ ધાતુઓ મેદાનો વાળા વિસ્તારોમાંથી વાદળો દ્વારા પર્વતો સુધી પહોંચી રહી છે. તેના માટે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે.

ટ્રાફિક અને પ્રદૂષણ: રસ્તાની ધૂળ, વાહનોનો ધુમાડો અને કોલસાનો ઉપયોગ.

શહેરી કચરો: શહેરોમાં કચરો બાળવાથી ધાતુઓ હવામાં ભળી જાય છે.

પ્રકૃતિનું યોગદાન: માટીના ધોવાણને કારણે પણ ધાતુઓ વાદળોમાં ભળી જાય છે.

સ્ટડી દર્શાવે છે કે, પ્રદૂષિત શહેરોના વાદળો ગ્રામીણ વિસ્તારોના વાદળો કરતાં વધુ ધાતુઓથી ભરેલા હોય છે. જે વાદળો વરસાદ નથી પાડતા તેમાં ધાતુઓનું પ્રમાણ વધુ હોય છે.

પર્વતોની હવા સ્વચ્છ નથી?

આપણે વિચારીએ છીએ કે પર્વતોમાં હવા અને વાદળો સ્વચ્છ હોય છે, પરંતુ આ સાચું નથી. મહાબળેશ્વરમાં મૉનસૂન દરમિયાન વાહનો અને પ્રવાસીઓને કારણે પ્રદૂષણ વધે છે. દાર્જિલિંગમાં વાહનોના ધુમાડા, બાયોમાસ સળગાવવા અને કોલસા અને ડીઝલથી ચાલતી ટૉય ટ્રેનોના કારણે હવા પ્રદૂષિત થઈ રહી છે. પ્રવાસીઓ પર્વતોની સુંદરતા અને સ્વચ્છ હવા માટે ત્યાં જાય છે, પરંતુ હવે એવું લાગે છે કે આ ધોકો થઈ શકે છે.

શું જોખમ છે અને શું કરવું?

આ ધાતુઓ માત્ર માનવોને જ નહીં પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહી છે. તે શ્વાસ લેવા, પીવાના પાણી અથવા ત્વચાના સંપર્ક દ્વારા સ્વાસ્થ્યને અસર કરે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ જોખમ રહેલું છે.

હેલ્થ રિસ્ક: કેન્સર, અસ્થમા, કિડની રોગ અને માનસિક વિકાસમાં અવરોધ.

પર્યાવરણ: પર્વતોની ઈકોલોજી બગડી રહી છે, જે છોડ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી | Temporary enc…

વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી | Temporary enc...

રાજકારણમાં ઉથલપાથલની તૈયારી? રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની બેઠકમાં આ 2 મુદ્દા પર લેવાઈ શકે નિર…

રાજકારણમાં ઉથલપાથલની તૈયારી? રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની બેઠકમાં આ 2 મુદ્દા પર લેવાઈ શકે નિર...

વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ…

વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

9 months ago
૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found …

૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found …

2 weeks ago
મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

4 months ago
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT …

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News