
– દેશભરમાં વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચની સ્પષ્ટતા
– બિહારમાં પ્રથમ વખત બેલેટ પેપર પર ઉમેદવારનો કલર ફોટો, મોટા ફોન્ટમાં નામ લખાશે : ગાઇડલાઇન
નવી દિલ્હી : બિહારમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ બિહારથી નવા પ્રયોગની શરૂઆત કરવા જઇ રહ્યું છે. જે મુજબ ઇવીએમ બેલેટ પેપરમા હવે ઉમેદવારોની રંગીન ફોટો હશે, જ્યારે અત્યાર સુધી આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ રહેતી હતી. જ્યારે દેશભરમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે તેમાં અડધા મતદારોએ દસ્તાવેજો રજુ કરવાની જરૂર નહીં પડે.










