gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી | rahul gandhi press conf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ૉવોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી 1 - image

Rahul Gandhi Hydrogen Bomb: રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાક પુરાવા રજૂ કરીને દાવો કર્યો હતો કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ રહ્યા છે. દેશની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે.’ હાલમાં જ રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થઈ છે. તેમણે કહ્યું હતું કે, ‘દેશના વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર જ છાવરી રહ્યા છે, જેના મારી પાસે સચોટ પુરાવા છે. હવે હું ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડવાનો છું.’ 

ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે

આ અંગે વધુ વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારૂં કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની સુરક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટિટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું.  મારૂં કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.

મહારાષ્ટ્રમાં 6850 ફેક ઓનલાઈન વોટ ઉમેરાયા

મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઈન વોટ ઉમેરવામાં આવ્યા. કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી. જેમાં જેની જરૂર હતી તે સિવાય અન્ય તમામ વિગતો સીઆઈડીને આપી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યાં. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપો. 

મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આરોપ  

રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર લોકોને વોટ ચોરોને બચાવી રહ્યા છે. મારા આ દાવાના પુરાવા છે જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે. 

આલંદનું વોટ ડિલીટનું ઉદાહરણ આપ્યું રાહુલ ગાંધીએ 

કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક બીએલઓએ જોયું કે તેમના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે આ એક પાડોશીના નંબર પરથી થયું છે. જ્યારે તેમણે પાડોશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યું.  

વધુ એક વોટ ડિલીટનું ઉદાહરણ 

રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમના નંબર પરથી કુલ 12 વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને તેમને તેની જાણ પણ નહોતી. તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે 12 લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. બીજું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર 36 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે 4:07 વાગ્યાનો હતો.

જ્ઞાનેશ કુમાર વોટ ચોરોનું રક્ષણ કરે છે

રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર આરોપ મૂકતાં કહ્યું કે, હું તમામ સચોટ પુરાવા સાથે કહુ છું કે, જ્ઞાનેશ કુમાર દેશના વોટ ચોરોનું રક્ષણ કરી રહ્યા છે. લઘુમતી, દલિત, ઓબીસી કેટેગરીના વોટ ચોરી થઈ રહ્યા છે. 

સિસ્ટમ હાઈજેક કરી થઈ વોટ ચોરી

રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ક્ષેત્ર આલંદમાં 6018 વોટ ડિલિટ કરવાનો પ્રયાસ થયો. 2023ની ચૂંટણીમાં 6018થી વધુ વોટ ડિલિટ કરવામાં આવ્યા હતા. બૂથ લેવલ અધિકારીએ જણાવ્યું હતું કે, મારા કાકાનો વોટ ડિલિટ થઈ ગયો. તપાસ કરી તો જાણવા મળ્યું કે, પડોશીએ વોટ ડિલિટ કર્યો હતો. પડોશીને પૂછ્યું તો તેણે કહ્યું મેં કોઈ વોટ ડિલિટ કર્યો નથી. વાસ્તવમાં કોઈ એક તાકાતે સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કર્યા હતા.

કર્ણાટકના આલંદમાં 6018 વોટ દૂર કર્યા

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં મતદાર ગોડાબાઈનો વીડિયો બતાવી વોટ ચોરી મુદ્દે વાત શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, હું પુરાવા સાથે મારી વાત કહી રહ્યો છું. દેશના દલિત અને ઓબીસી  ટાર્ગેટમાં છે. હું આપણા દેશ  અને બંધારણને પ્રેમ કરુ છું. હું બંધારણની રક્ષા કરીશ. કર્ણાટકના આલંદમાં 6018 મતદારોના નામ દૂર કરી દેવામાં આવ્યા.

300 સાંસદ રસ્તા પર ઉતર્યા, તેને નજરઅંદાજ કરી શકાય નહીંઃ શરદ પવાર

રાહુલ ગાંધીના ‘હાઈડ્રોજન બોમ્બ’ ના નિવેદન પર શરદ પવારે જણાવ્યું કે, દેશની નોન-ભાજપ પાર્ટીઓએ પહેલી વાર આ મુદ્દે સંસદની બહાર દેખાવો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત હતાં. 300 સાંસદ સંસદ છોડી રસ્તા પર ઉતર્યા છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. ચૂંટણી પંચે આ મામલે પોતાનું વલણ બદલવુ જોઈએ. અમે વાતચીત અને ચર્ચામાંથી પીછેહટ કરવાનો પ્રયાસ કર્યો નથી.

વોટ ચોરોના રક્ષક બની ગયા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર: રાહુલ ગાંધી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

'અમને ખબર જ હતી...' પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon...

‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના પ્રીમિયરની હાઈલાઈટ્સ

'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ના પ્રીમિયરની હાઈલાઈટ્સ

અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈ રાત્રે એકાએક…

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગઈ રાત્રે એકાએક…

2 months ago
ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

8 months ago
૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

5 months ago
દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI …

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News