gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાં | Water entered houses in some areas due…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોડીરાત્રીના ધોધમાર વરસાદ પડયો, વરસાદે લોકોને નિંદર ઉડાડી 

– કુંભારવાડા, કાળિયાબીડ, ધોબી સોસાયટી સહિતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા દોડધામ 

ભાવનગર : ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે મોડીરાત્રીના ધોધમાર વરસાદ પડયો હતો, જેના પગલે કેટલાક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને દોડધામ મચી જવા પામી હતી. વરસાદે લોકોની નિંદર ઉડાડી દીધી હતી. 

શહેરના ગત રવિવારે મોડીરાત્રીના ભારે વરસાદ પડયો હતો, જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. ધોધમાર વરસાદના પગલે કુંભારવાડાના માઢીયા રોડ પર નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. આ ઉપરાંત શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કેસરીયા હનુમાનજી મંદિર નજીક કંસારાના નાળા પાસેના કેટલાક મકાનોમાં પણ પાણી ઘુસી ગયા હોવાનુ જાણવા મળેલ છે. પાણી ભરાતા સ્થાનિક રહીશોએ રાત્રીના ૩ કલાકે મહાપાલિકાને જાણ કરી હતી અને સ્થાનિક લોકોએ પાણી નિકાલ માટે પ્રયાસ કર્યા હતાં. સવારે ડ્રેનેજ વિભાગનો સ્ટાફ સ્થળ પર ગયો હતો અને સફાઈ કામગીરી કરી પાણીનો નિકાલ કર્યો હોવાનુ સુત્રોએ જણાવેલ છે. આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે અને કંસારાના કાંઠે પાણીના નિકાલ માટે પાઈપ પણ ઓછા છે ત્યારે વધુ પાઈપ મુકવા લોકો માંગણી કરી રહ્યાં છે. 

શહેરની ધોબી સોસાયટી પાસે પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બોરતળાવનું પાણી પણ આવ્યુ હતુ તેથી રોડ બંધ કરવો પડયો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પરેશાની થઈ હતી અને લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. 

ગઢડા પંથકમાં પાકના ઉતારા સમયે વરસાદથી નુકશાન

રવિવારથી અચાનક બનેલા વરસાદી વાતાવરણને લઇ બે દિવસમાં ૨૪ મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે હાલનો સમય ખેતીપાકના ઉતારાનો હોય તે સમયે જ આફત વરસતા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા હતા અને ખેતરોમાં તાબડતોબ મજુરો બોલાવી પાકને બચાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. સિઝનનો કુલ ૮૮૮ મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે આ માવઠાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં.

વલ્લભીપુરના પચ્છેગામ હળીયાદ વચ્ચેનું નાળુ તુટતા અવર જવર બંધ

હાલના વરસાદના કારણે પાણીના ભારે તાણ વચ્ચે પચ્છેગામ-હળીયાદ વચ્ચેના નાળા તુટી જતા ખેડૂતો પોતાના ખેતરે પણ જઇ શક્યા ન હતા અને અવર-જવર બંધ થઇ જવા પામી હતી. જ્યારે શહેર ખાતે બજરંગ ચોકડી પાસેનો બંધ પુલ અને ડાયવર્ઝન પણ વરસાદને કારણે બંધ થતા વલ્લભીપુર શહેરમાં ચાર ચાર કિમીની લાઇનોમાં ટ્રાફીક જામ થયો હતો. તો ઘેલો નદીમાં વ્યાપક પાણીની આવક થતા ડાયવર્ઝનને પણ નુકશાન થવા પામ્યું હતું.

ઘોઘાના કુકડ સહિતના ગામોના રોડ-રસ્તાનું વ્યાપક ધોવાણ

ભાવનગર જિલ્લાના દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં આવતા ઘોઘાના કુકડ અને આસપાસના ઓદરકા, નવાગામ, કંટાળા, ગોરીયાળી (રામપર) ગરીબપુરા, ભઆંખલ, વાવડી, પીથલપુર, છાયા, પાણીયાળી સહિતના વિસ્તારોમાં મેઘ તાંડવ રાત્રે એક વાગ્યે શરૂ થયેલો વરસાદ સતત ત્રણ કલાક વરસ્યો. રોડ રસ્તામાં ગાબડા પડયા અનેક રસ્તાઓ ધોવાયા.

બગડ નદીમાં ઘોડાપુર આવતા વરલ ગ્રામજનો ચિંતિત

રવિવાર સાંજથી ૧૨ કલાકમાં પડેલ મુશળધાર વરસાદના કારણે બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેના કારણે વરલ ગામના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાવા પામ્યું હતું. આ પાણી ગામની સીમમાં ફરી વળતા માલઢોર ચરવા જઇ શકે તેવી સ્થિતિ ન હોવાથી ભુખે ટળવળી રહ્યા છે જેથી તાકીદે સર્વે અને સહાય જાહેર કરવા માંગ કરાઇ છે.

ઉમરાળાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

નવા વર્ષના પ્રારંભે આવી ચડેલ વરસાદની આફત ખેડૂતો માટે પડયા પર પાટુ મારવા જેવો સાબિત થયો છે. રવિવારની રાતથી સોમવાર સાંજ સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસતા ગામના નીચાણવાળા અને અધુરા રહેલ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થવા પામ્યા હતાં. કમોસમી વરસાદના પગલે પાણીજન્ય રોગચાળાની પણ ભીતિ સેવાઇ રહી છે.

જેસરમાં 12 કલાકમાં 130 મીમી અનરાધાર વરસાદ

કમોસમી વરસાદના પગલે જેસરમાં આવેલ નદી-નાળા, ચેકડેમો છલકાયા હતા અને છેલ્લા ૧૨ કલાકમાં ૧૩૦ મીમી એટલે કે પાંચ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. તો લાકડીયા વિસ્તારમાં ગોઠણ સમા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો તેમજ જેસરથી પાલિતાણા, રાજપરા ગામે આવેલ બેઠલા નાળા પણ પાણી ફરી વળતા ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર બંધ કરવો પડયો હતો. જે બેઠલા નાળાને ઉંચુ લાવવા જવાબદાર તંત્ર પણ આંખ આડા કાન ટીકાસ્પદ બન્યા છે. તો ગારિયાધાર શોર્ટ રૂટ પર રાણીગામ પાસેનું નાળુ ધોવાઇ જતા આ રૂટ પણ કલાકો સુધી બંધ રહ્યો હતો.

કમોસમી વરસાદને લઇ ખેડૂતોને સાવચેતી રાખવા તાકીદ

ભાવનગર : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧-૧૧ સુધી કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાકને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવા, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા, એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ તાકીદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી…
GUJARAT

અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી…

February 6, 2026
વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…
GUJARAT

વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…

February 6, 2026
વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…
GUJARAT

વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…

February 6, 2026
Next Post
રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f…

રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f...

ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra’s Kolipar…

ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra's Kolipar...

મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના 38 વર્ષીય મહિલા ટ્રાવેલ એજન્સીના સંચાલક પાસેથી તેના કર્મચારીએ જ રૂ. …

મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના 38 વર્ષીય મહિલા ટ્રાવેલ એજન્સીના સંચાલક પાસેથી તેના કર્મચારીએ જ રૂ. ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વોર્ડ નંબર 2માં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય : છ મહિનાથી ગંદુ કાળું પાણી આવતા લોકોનો હોબા…

વડોદરાના વોર્ડ નંબર 2માં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય : છ મહિનાથી ગંદુ કાળું પાણી આવતા લોકોનો હોબા…

2 weeks ago
અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના | Ahmedabad airport High al…

અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના | Ahmedabad airport High al…

2 weeks ago
અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

2 weeks ago
જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr…

જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News