gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

G METRO NEWS by G METRO NEWS
August 16, 2025
in Business
0 0
0
શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST Tax Slab: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નવા સુધારાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી કે આ નવા સુધારા આ દિવાળી પર લાગુ થઈ શકે છે. હાલ 5%, 12%, 18% અને 24% એમ કુલ ચાર જીએસટી સ્લેબ લાગુ છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ બનાવવા તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવી લોકોના ખિસ્સા પરથી બોજો ઘટાડવાનો સંકેત આપ્યો છે.

આ સુધારાને મંજૂરી મળે તો, 2017માં GST લાગુ થયા બાદ આ સૌથી મોટો ફેરફાર 

એક મીડિયા રિપોર્ટ મુજબ, GSTના નવા પ્રસ્તાવમાં મોટાભાગની વસ્તુઓને બે મુખ્ય સ્લેબ – 5% અને 18% હેઠળ રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે, તમાકુ અને ઓનલાઇન ગેમિંગ જેવી વસ્તુઓ પર 40% જેટલો ઊંચો ટેક્સ લગાવવાનું સૂચન છે.

જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય, તો 2017માં GST લાગુ થયા પછી આ સૌથી મોટો ફેરફાર હશે. આ સુધારાનો હેતુ GSTના નિયમોને સરળ બનાવવાનો, પરિવારો અને વેપારીઓ માટે ખર્ચ ઘટાડવાનો અને વર્તમાન વ્યવસ્થાની ખામીઓ દૂર કરવાનો છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘ટેક્સના દરોને વ્યવસ્થિત કરવાથી પરિવારો પરનો બોજ ઓછો થશે અને ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગને મદદ મળશે, જેને મુખ્ય પ્રાથમિકતા ગણવામાં આવી છે.

GST રેટમાં મોટા ફેરફારો

નવા પ્રસ્તાવ મુજબ, મોટાભાગની એવી વસ્તુઓ કે જેના પર હાલ 12% GST લાગે છે, તેને ઘટાડીને 5%ના સ્લેબમાં લાવવામાં આવશે. તેવી જ રીતે, જે ઉત્પાદનો પર અત્યારે 28% GST લાગુ પડે છે, તેને 18%ના સ્લેબમાં લાવવાનું સૂચન છે. આનો સીધો ફાયદો ટીવી, એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પર થશે, કારણ કે તેમના પરનો ટેક્સ 28%થી ઘટીને 18% થઈ જશે. આનાથી મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે.

આવશ્યક ચીજો પર રાહત

ખોરાક, દવાઓ, શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પર ટેક્સમાંથી મુક્તિ આપવાનો અથવા માત્ર 5% GST લગાવવાનો પ્રસ્તાવ છે. કૃષિ ક્ષેત્રમાં, સ્પ્રિંકલર અને કૃષિ મશીનરી જેવા ઉપકરણો પરનો GST 12% થી ઘટીને 5% થઈ શકે છે.

વીમા સેવાઓ પર પણ 18%થી મોટો ઘટાડો થઈને 5% અથવા તો શૂન્ય પણ થઈ શકે છે. જ્યારે તબીબી ઉત્પાદનો અને દવાઓ પર આરોગ્ય સેવાઓ વધુ પોસાય તે માટે ઓછા દરો લાગુ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તમાકુ ઉત્પાદનો અને ઓનલાઈન ગેમિંગ પર 40% સુધીનો ટેક્સ લાગુ થઈ શકે છે.

GST માંથી કઈ વસ્તુઓને મુક્તિ મળશે?

પેટ્રોલિયમ ઉત્પાદનો હાલની જેમ GST સિસ્ટમની બહાર જ રહેશે. હીરા (0.25%) અને સોનું અથવા ચાંદી જેવી ધાતુઓ પર 3% ટેક્સ યથાવત રહેશે. આ ઉપરાંત, કાપડ અને ખાતરો માટે પણ સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારનું આગલું પગલું

કેન્દ્ર સરકારે GST રેટને તર્કસંગત બનાવવા, વળતર આપવા અને વીમા પરના પ્રસ્તાવોને ત્રણ મંત્રી સમૂહો (GOM) ને મોકલ્યા છે. તેમની સમીક્ષા પછી, આ ભલામણો GST કાઉન્સિલને મોકલવામાં આવશે. GST કાઉન્સિલ પાસે આ યોજનાને મંજૂરી આપવાનો, તેમાં ફેરફાર કરવાનો અથવા તેને નકારવાનો અધિકાર છે. વિચાર-વિમર્શના આધારે, કાઉન્સિલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની શરૂઆતમાં આ મામલે વિચારણા કરી શકે છે.

શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર... નવા GST સુધારા કંઇક આવા હશે! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે

'જીવન ગાડી છે સમય ચક્ર', ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો

રાહુલ ગાંધી બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરશે, કાલથી સાસારામથી થશે પ્રારંભ

રાહુલ ગાંધી બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરશે, કાલથી સાસારામથી થશે પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

6 months ago
નડિયાદમાં આધેડને ઈજાગ્રસ્ત કર્યા બાદ પણ ઢોરોનો ત્રાસ યથાવત્ | Cattle harassment continues even after…

નડિયાદમાં આધેડને ઈજાગ્રસ્ત કર્યા બાદ પણ ઢોરોનો ત્રાસ યથાવત્ | Cattle harassment continues even after…

7 months ago
રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર…

રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર…

7 months ago
વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ | Driver rescued after car catch…

વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ | Driver rescued after car catch…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News