
૪૦ વર્ષીય શુભાંશુ શુક્લા આમ તો ભારતના હવાઈ દળમાં ગુ્રપ કેપ્ટન અને ટેસ્ટ પાયલોટ છે. ‘ઈસરો’ તેની ગંગાયાન પ્રોજેક્ટ માટે પણ પસંદગી કરી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કેટલાક દિવસો રહેવા જવા માટે ‘નાસા’, ઈસરો અને સ્પેસેક્સના સંયુક્ત ઉપક્રમે યુરોપના દેશોના અવકાશવીરોની જે ટુકડી જવાની હતી તેમાં તેની પણ પસંદગી થઇ હતી. તેઓને કેટલાક ચોક્કસ પ્રયોગો આંતરિક્ષમા કરવાનું કામ સોપાયું હતું. ૨૫ જૂને તેઓએ કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનનો પ્રારંભ કર્યો હતો અને ૨૦ દિવસ, બે કલાક અને ૫૯ મિનિટ સ્પેસ સ્ટેશનમાં અને સ્પેસમાં વિતાવી ૧૫ જુલાઈએ તેઓ પરત આવ્યા હતાં. સ્પેસ સ્ટેશનમાં જનાર શુભાંશુ શુક્લા પ્રથમ ભારતીય છે.










