gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર | Liquor worth Rs …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર | Liquor worth Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરના ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોડી રાત્રે દરોડો પાડી રૂ.68.76 લાખનો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 4668 બોટલ ઇંગ્લિશ દારૂ અને 2760 બિયરના ટીન સહિત કુલ રૂ.1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આ દરોડામાં બે લિસ્ટેડ બુટલેગરોની અટકાયત થઈ છે, ત્યારે દારૂ મંગાવનાર સહિત અન્ય 12 જેટલાં મુખ્ય આરોપીઓ ફરાર જાહેર થતાં પોલીસની કાર્યવાહી અને ગુજરાતમાં દારૂબંધીના અમલ પર અનેક સવાલો ઉભા થયા છે.

દારૂ કટિંગ વેળાએ LCB ત્રાટકી

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસકર્મીઓ ધ્રોલ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ધરમપુર ગામની સીમમાં અજય ધીરૂભાઈ રાઠોડની વાડીમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર 2 - image

વાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની 8000 થી વધુ દારૂ બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ચેતન હરજીભાઈ પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી સાત વાહનો અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,28,91,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

12 આરોપીઓ ફરાર, પોલીસની કામગીરી શંકાના દાયરામાં

આ દરોડામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ દારૂનો આ માતબર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર મહમદ ઇકબાલ ઉર્ફે ટકી, મોસીન મુસ્લિમ, આકાશ કોળી, વાડી માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, અને દારૂનો જથ્થો લેનાર પુષ્પા (રહે. ભોયવાડો જામનગર), સન્ની લાખાભાઈ કોળી સહિત ૧૨ જેટલા શખ્સોને ફરાર જાહેર કરાયા છે. પોલીસ તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવી રહી છે.

શ્રાવણ માસમાં દારૂની રેલમછેલ

શ્રાવણ મહિનામાં ધ્રોલમાંથી આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતાં અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે, રાજસ્થાનથી લાવવામાં આવેલો આ દારૂનો જથ્થો ગુજરાતની સરહદ, ચેકપોસ્ટો અને રસ્તામાં કોઈ પણ પ્રકારના ચેકિંગ વિના છેક જામનગર જિલ્લા સુધી કેવી રીતે પહોંચી શક્યો?

આ પણ વાંચો: શમા પરવીન 10000 લોકોને ‘જેહાદ’ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી

“દારૂબંધી” માત્ર કાગળ પર?

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં, આવા મોટા જથ્થાનું બેરોકટોક પરિવહન સૂચવે છે કે કાં તો પોલીસની સતર્કતામાં કચાશ છે, ચેકિંગના નામે માત્ર દેખાડા થાય છે, અથવા તો માનીતા બુટલેગરોને છૂટો દોર મળી રહ્યો છે. આવા બનાવો પોલીસ અને બુટલેગરો વચ્ચેની મિલીભગત તરફ પણ આંગળી ચીંધે છે, જે રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. શું પોલીસ ખરેખર દારૂબંધીનો કડકાઈથી અમલ કરી રહી છે, કે પછી આ માત્ર કાગળ પરની દારૂબંધી છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન…

ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન...

સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી, 5Gના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા અકબંધ | Celebration …

સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી, 5Gના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા અકબંધ | Celebration ...

હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ | Bhavnath Temple…

હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ | Bhavnath Temple...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 85409 | Sensex falls 116 points to 85409

સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 85409 | Sensex falls 116 points to 85409

3 months ago
વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado…

વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado…

1 week ago
VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

6 months ago
ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News