gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Income Tax gap Car Ownership: આર્થિક વૃદ્ધિ અને પ્રજાની સમૃદ્ધિમાં દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાત અનેકગણું આગળ છે. ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યો માટે આદર્શ ગણવામાં આવે છે. પરંતુ, ઇન્કમ ટેક્સમાં કરપાત્ર આવકના લોકસભામાં જાહેર થયેલા આંકડાઓ સાથે રાજ્યમાં કારના વાર્ષિક વેચાણ સાથે મેળ જોવા મળતો નથી. રાજ્યમાં વર્ષ 2024-25માં કુલ 1.47 લાખ લોકોએ પોતાની આવક રૂ.12 લાખ કે તેથી વધારે હોવાનું રિટર્ન ફાઈલ કર્યું છે. રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા સામે રાજ્યમાં દર વર્ષે વેચાતી કારની સંખ્યા વધારે છે! 

રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા સામે દર વર્ષે વેચાતી કારની સંખ્યા વધારે

મોટરકાર અત્યારે લક્ઝરી નહીં પણ પરિવહન માટે આવશ્યક ગણવામાં આવે છે. જૂન 2025 સુધીમાં એટલે કે 6 મહિનામાં ગુજરાતમાં કુલ 1.98 લાખ કારની નોંધણી રાજ્યની 37 રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)માં થઇ છે! રૂ. 12 લાખની આવક સામે કારની સંખ્યા અસમતુલા દર્શાવે છે. 

કાર વેચાણમાં એસયુવીનો દબદબો

કારના વેચાણમાં બે મહત્ત્વની બાબતો પણ જાણવી જરૂરી છે. સરકારના વાહન ડેશબોર્ડના આધારે આ એવી કારની નોંધણીનો આંકડો છે જેમાં ટેક્સી કે અન્ય પ્રકારે પેસેન્જરની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી ગાડીઓની સંખ્યાનો સમાવેશ નથી. બીજું, અત્યારે દેશમાં કાર ખરીદીમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નાની અને હેચબેક કાર સામે મોટાભાગની ગાડીઓ સ્પોટ્‌ર્સ યુટીલીટી વ્હીકલ હોય છે. કાર ઉત્પાદકોના અંદાજ અનુસાર દેશમાં 50 ટકા કરતા વધારે વેચાણ એસયુવીનું છે. આવી એસયુવીની કિંમત રૂ.10 લાખ કે તેથી વધારે હોય છે. 

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ 2 - image

ગુજરાતમાં આવક અને કરચોરીનું ગણિત

કારની ખરીદી રોકડેથી નહીં પણ લોન લઇ થતી હોય છે અને ધિરાણ આપતી કંપનીઓ હપ્તો ભરવાની ક્ષમતા ઇન્કમ ટેક્સ રિટર્ન અને આવકના અન્ય દસ્તાવેજોના આધારે કરતી હોય છે. જોકે, દર મહિને થતી ગાડીઓની ખરીદી અને નોંધણીના આંકડાઓ ગુજરાત અને દેશમાં વ્યાપક કરચોરી થતું હોવાની ચાડી ખાય છે. એક, ગુજરાતમાં રૂ.1000 કરોડ કરતા વધારે સંપત્તિ ધરાવતા 67 જેટલા ધનપતિઓ છે. ગુજરાત રાજ્યની માથાદીઠ આવક રૂ. 3.68 લાખ છે. જે દેશની માથાદીઠ આવક રૂ. 2 લાખ કરતા વધારે છે. આમ છતાં, ગુજરાતમાં કરવેરો ભરવા માટે દર્શાવવામાં આવતી આવક પ્રમાણમાં ઓછી હોય એવું લાગી રહ્યું છે. 

કાર અને આવકવેરાનો વિરોધાભાસ

દેશમાં અત્યારે કુલ 5.69 કરોડ મોટરકાર આરટીઓ કચેરીમાં નોંધાયેલી છે. વર્ષે 23 લાખ સરેરાશ કારના વેચાણ સામે કુલ 9.11 કરોડ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું છે. તેમાંથી 7 કરોડ એવા છે જેમની આવક રૂ.5 લાખ કરતા ઓછી છે! બીજું, કેન્દ્ર સરકારને પણ કારના વેચાણ અને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતા લોકોની સંખ્યા વચ્ચે જોવા મળી રહેલા ભેદનો ખ્યાલ છે. 

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ 3 - image

આ પણ વાંચો: સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના

નાણામંત્રી તરીકે 2017-18ના બજેટ ભાષણમાં અરુણ જેટલીએ દેશમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા લોકોની સંખ્યા અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 1.25 કારનું વેચાણ થયું છે તેની સામે માત્ર 3.7 કરોડ લોકો ટેક્સ ભરે છે. ‘વિરોધાભાસી આંકડાઓ દર્શાવે છે કે ભારતીયો નિયમોનું પાલન કરતા નથી અને આવક ઓછી દર્શાવી કરચોરી કરે છે,’ એમ વિદેશ યાત્રા કરતા લોકોની સંખ્યાનો ઉલ્લેખ કરી જેટલીએ જણાવ્યું હતું. રૂ.10 લાખથી વધુની કિંમતની કાર ઉપર એક ટકો ટેક્સ કલેકટેડ એટ સોર્સ જાહેર કર્યા પછી પણ આ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી!

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો | Bihar Flood…

બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો | Bihar Flood...

સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato…

સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato...

ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે | gujarat stude…

ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે | gujarat stude...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત | man d…

રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત | man d…

11 months ago
તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

11 months ago
તમાકુના ખેતરમાંથી વિદેશી દારૂનો રૂ.77,700નો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 77 700 seized fro…

તમાકુના ખેતરમાંથી વિદેશી દારૂનો રૂ.77,700નો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 77 700 seized fro…

3 weeks ago
ફાઈન આર્ટસમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ, નિષ્પક્ષ તપાસ કરાશે | garba of fine …

ફાઈન આર્ટસમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ, નિષ્પક્ષ તપાસ કરાશે | garba of fine …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News