
– ત્રણ શહીદ જવાનોમાં બે અગ્નિવીરનો પણ સમાવેશ
– ગુમ જવાનોની શોધખોળ શરૂ, એક કેપ્ટનને રેસ્ક્યૂ કરાયા 1984થી અત્યાર સુધી એક હજારથી વધુ જવાન શહીદ
લેહ : લદ્દાખના સિયાચેન ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના સામે આવી હતી, જેમાં ભારતીય સૈન્યના ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે પાંચ જવાનો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે.
વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા સિયાચેનમાં -૬૦ ડિગ્રી તાપમાનમાં જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે. જેમને હિમસ્ખલનની આફતનો સામનો કરવો પડયો હતો.










