gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત | surat …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સ્તનપાન બાદ 2 મહિનાની બાળકીનું મોત, માતાનો કલ્પાંત | surat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Surat News : સુરત શહેરમાંથી માતા-પિતા માટે એક અત્યંત ચેતવણીરૂપ અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં એક 2 મહિનાની માસૂમ દીકરીનું સ્તનપાન કરાવ્યા બાદ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ બાળકીના પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ગંભીર સાવચેતી રાખવા પર ભાર મૂક્યો છે.

શું બન્યું હતું?

પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન ખાતે રહેતા મૂળ બિહારના સંજિત પાસવાનની 2 માસની દીકરીને માતાએ રાત્રે સ્તનપાન કરાવ્યું હતું. દૂધ પીવડાવ્યા બાદ માતા સૂઈ ગઈ હતી, જ્યારે બાળકી થોડીવાર રમતી હતી. સવારે જ્યારે માતા ઊઠી ત્યારે તેણે પોતાની એકની એક દીકરીને બેભાન અવસ્થામાં જોઈ. આ દ્રશ્ય જોતા જ માતા પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

તાત્કાલિક બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બાળકીના માતાના હૃદયદ્રાવક કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું મોત દૂધ ગળામાં ફસાઈ જવા અથવા શ્વાસ અવરોધાવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચુ કારણ સામે આવશે. આ કિસ્સો સ્તનપાન કરાવતી માતાઓ માટે એક ગંભીર ચેતવણીરૂપ બન્યો છે.

માતાઓ માટે ગંભીર ચેતવણી અને તબીબી સલાહ

તબીબો દ્વારા સ્તનપાન કરાવતી વખતે નીચે મુજબની કાળજી રાખવાની વિશેષ સલાહ આપવામાં આવે છે:

બાળકના માથાને સહેજ ઊંચું રાખો: 

સ્તનપાન કરાવતી વખતે બાળકના માથાને પેટના સ્તર કરતા સહેજ ઊંચું રાખવું જોઈએ, જેથી દૂધ સરળતાથી ગળામાં ઉતરી શકે અને શ્વાસનળીમાં જવાની શક્યતા ઘટે.

દૂધ પીવડાવ્યા બાદ તરત સુવડાવશો નહીં:

દૂધ પીવડાવ્યા બાદ તરત જ બાળકને સુવડાવવાને બદલે, તેને ઓછામાં ઓછી 15-20 મિનિટ સુધી સીધું પકડી રાખવું જોઈએ અથવા ખભે રાખી ધીમે ધીમે પીઠ થાબડવી જોઈએ, જેથી દૂધ નીચે ઉતરી જાય અને જો ઓડકાર આવે તો હવા નીકળી જાય.

સંપૂર્ણ જાગૃત અવસ્થામાં રહો:

બાળકને સ્તનપાન કરાવતી વખતે માતાએ સંપૂર્ણપણે જાગૃત અવસ્થામાં રહેવું અત્યંત હિતાવહ છે. થાક કે ઊંઘમાં સ્તનપાન કરાવવાથી બાળકને દૂધ ગળામાં ફસાઈ જવાનો કે શ્વાસ રૂંધાવાનો ભય રહે છે.

આ કિસ્સો માતા-પિતા માટે એક મોટી ચેતવણી છે કે બાળકોની સંભાળમાં જરા પણ બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે. નાની નાની સાવચેતીઓ અપનાવીને આવી દુર્ઘટનાઓને ટાળી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

April 12, 2026
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…
GUJARAT

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

April 12, 2026
અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…
GUJARAT

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

April 12, 2026
Next Post
યમનમાં ભારતીય યુવતીને અપાશે ફાંસી, સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- જે કરી શકતા હતા એ કર્યું | nimisha…

યમનમાં ભારતીય યુવતીને અપાશે ફાંસી, સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- જે કરી શકતા હતા એ કર્યું | nimisha...

ચૈતર વસાવાને ઝટકો: ‘લાફા કાંડ’માં AAPના ધારાસભ્યની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | aap mla chait…

ચૈતર વસાવાને ઝટકો: 'લાફા કાંડ'માં AAPના ધારાસભ્યની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | aap mla chait...

જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ…

જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

8 months ago
વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

6 months ago
ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra’s Kuda

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra’s Kuda

4 months ago
સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News