gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News: સુરતમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. 3 દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા બાદ બુધવારે મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં એક ઘાતકી હત્યાની ઘટના બની છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય રત્નકલાકાર સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડાને બાઇક પર આવેલા બે અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા મારી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અને હાલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 40 વર્ષીય સુરેશભાઈ ચિત્રોડા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે નાના દીકરા (એક 10 વર્ષનો અને એક 8 વર્ષનો) છે. 

દિવાળી વેકેશન પડવાનું હોવાથી બુધવારે રાત્રે સુરેશભાઈને કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા બે શખસોએ તેમને રોક્યા હતા. જાહેરમાં આ બે ઈસમો પૈકી એકે સુરેશભાઈને ચપ્પુના ઘા મારી બંને શખસો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ચપ્પુના ગંભીર ઘા વાગવાને કારણે વધુ પડતું લોહી વહી જતાં થોડી જ મિનિટોમાં સુરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જાહેર માર્ગ પર હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

સુરેશભાઈના સંબંધીઓએ તેમની ઓળખ કરી હતી, ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. દિવાળીના તહેવાર ટાણે જ પરિવારના મોભીની ઘાતકી હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

હાલ કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલ (FSL) દ્વારા પણ જરૂરી નમૂના લેવામાં આવ્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ ચાલી રહી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…
GUJARAT

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

February 9, 2026
6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…
GUJARAT

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

February 9, 2026
સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…
GUJARAT

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

February 9, 2026
Next Post
CJI પર જૂતું ફેંકનારા વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, SG તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી …

CJI પર જૂતું ફેંકનારા વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, SG તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી ...

પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi…

પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi...

હાલોલના ચંદ્રપુરા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | Fire breaks ou…

હાલોલના ચંદ્રપુરા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | Fire breaks ou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…

5 months ago
પાર્કિંગને લઈ લોકોને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી.ગાડી છોડી સામાન્ય નાગરિકની જેમ રોડ ઉપર ફરો,કમિશન…

પાર્કિંગને લઈ લોકોને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી.ગાડી છોડી સામાન્ય નાગરિકની જેમ રોડ ઉપર ફરો,કમિશન…

3 months ago
જામનગર નજીક સિક્કામાં નગરપાલિકા પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 150 લીટર ડીઝલની ચોરી થઈ ગયાની ફરિયાદ…

જામનગર નજીક સિક્કામાં નગરપાલિકા પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 150 લીટર ડીઝલની ચોરી થઈ ગયાની ફરિયાદ…

1 month ago
લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News