gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

₹10 Crore MD Drugs Seized in Surat : દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.10 કરોડની કિંમતનું 35 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCBએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

પલસાણા હાઈવે પર ફિલ્મી ઢબે ઓપરેશન

ચોક્કસ બાતમીને આધારે, NCBની ટીમે 28 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે 35 કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પલસાણામાં આવેલી ‘દાસ્તાન રેસીડેન્સી’ માં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા 1.8 કિલોગ્રામ અફીણ, રૂ. 25.6 લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

મૈસૂરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી હતી લેબોરેટરી

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. NCBએ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી 500 કિલોથી વધુ કેમિકલ જપ્ત કર્યું છે.

જેલમાં ઘડાયું હતું ષડયંત્ર

મુખ્ય આરોપી મહિન્દ્રા વિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં NDPSના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ 2024માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મીની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

રાજસ્થાનના ચાર શખસોની ધરપકડ

પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.

શું જપ્ત કરાયું?

35 કિલો MD ડ્રગ્સ (કિંમત આશરે 10 કરોડ)

1.8 કિલોગ્રામ અફીણ

રૂ. 25.6 લાખ રોકડ

500 કિલોગ્રામથી વધુ કેમિકલ

ટોયોટા ફોર્ચ્યુનર કાર

હાલમાં NCB આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…
GUJARAT

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

April 4, 2026
ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…
GUJARAT

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

April 4, 2026
Next Post
ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો …

ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો ...

GUમાં હોબાળો: અધિકારીઓની લેટ-લતીફી સામે NSUI લાલઘૂમ, યુનિવર્સિટીમાં તાળાબંધી | NSUI Protest and Lock…

GUમાં હોબાળો: અધિકારીઓની લેટ-લતીફી સામે NSUI લાલઘૂમ, યુનિવર્સિટીમાં તાળાબંધી | NSUI Protest and Lock...

ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કઈ તારીખથી ડાઉનલોડ કરી શકાશે રિઝલ્ટ |…

ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કઈ તારીખથી ડાઉનલોડ કરી શકાશે રિઝલ્ટ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારોમાં કેશ સેગ્મેન્ટના માર્જિન ઘટાડવા ગોઠવાતો તખ્તો | A plan to reduce cash segment margins in …

શેરબજારોમાં કેશ સેગ્મેન્ટના માર્જિન ઘટાડવા ગોઠવાતો તખ્તો | A plan to reduce cash segment margins in …

3 months ago
ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ | US…

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ | US…

3 months ago
સુરતમાં કાપડના વેપારીની હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત | surat textile …

સુરતમાં કાપડના વેપારીની હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત | surat textile …

8 months ago
ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News