gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તેની જાહેરાત કરે પહેલા વિપક્ષ સસ…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તેની જાહેરાત કરે પહેલા વિપક્ષ સસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકામાં બહુ ગાજેલા ખજોદ કચરા કૌભાંડથી શાસકો ફફડી રહ્યાં છે અને પાલિકાની આજની સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરનારા વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી દેવાયા હતા. વિપક્ષી નેતાએ સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં સુરતની ઇમેજ બગડી રહી છે સુરતનું નાક કપાયું છે તેમ છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાતા નથી આ ઉપરાંત ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તે આંકડો જાહેર કરવાની વાત કરતા સામાન્ય સભામાંથી વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભાજપની આવી નીતિના કારણે કચરા કૌભાંડમાં કૌભાંડની ગંધ હવે બહાર આવી રહી છે. 

સુરત શહેરમાંથી નીકળતા ધન કચરાના મલાઈદાર કોન્ટ્રાક્ટ માટે પાલિકાએ 213 કરોડનો કોન્ટ્રાક્ટ સીડી ટ્રાન્સપોર્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટરે શહેરમાંથી નીકળતા કચરાનો નિકાલ પાલિકાની ડિસ્પોઝલ સાઈટ પર સાયન્ટીફિક રીતે કરવાનો રહે છે. પરંતુ એજન્સીને ભાજપના મોટા નેતાઓના આર્શીવાદ હોવાથી તે પાલિકાની શરતોને નેવે મુકીને કામગીરી કરી રહ્યાં છે. આ એજન્સીએ પાલિકાની ડમ્પિંગ સાઈટના બદલે 5 હજાર મેટ્રિક ટન જેટલો કચરો મહુવા તાલુકાના કાંકરીયા ગામે ઠાલવી દેવામાં આવ્યો હતો. આ કૌભાંડને ઢાંકવા માટે ભારે પ્રયાસ કરવામા આવ્યા હતા. 

આ મુદ્દે ભારે હોબાળો થતાં કોન્ટ્રાકટરને અઢી કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અધિકારીઓને શો કોઝ નોટિસ આપી તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. આ મુદ્દે ભાજપ શાસકો સામે આજની પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા હતા. પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કહ્યું હતું,  કોન્ટ્રાક્ટ જેને આપ્યો હતો પરંતુ છેલ્લા દોઢ વર્ષનો કચરો ખજોદ ઠાલવ્યો છે તેમની સામે હજુ સુધી કેમ કોઈ પગલાં ભરાયા નથી?  એકાઉન્ટ વિભાગમાંથી વિગત લીધી તેમાં 32 કરોડનું કામ કર્યું છે અને 32 કરોડનું પેમેન્ટ કર્યું છે કોઈ રનીંગ બિલ અટકાવવા નથી. એટલી હદ સુધી સુરતનું નાક કપાયું હોય ત્યારે અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં ભરાયા નથી.

વધુમાં કહ્યું હતું. આ કચરા કૌભાંડમાં કમલમમાં ટકાવારી જાય છે. ભાજપને કેટલા ટકા જાય છે તે આંકડા જાહેર કરું એવું કહેતા જ શાસક પક્ષના અનેક સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને મેયરે તાત્કાલિક વિપક્ષી નેતા ને બેસી જવા કહ્યું અને તરત સસ્પેન્ડ કરી દીધા હતા. કચરા કૌભાંડ મુદ્દે વિપક્ષના આકરા વલણથી શાસકો બેકફૂટ પર આવી ગયાં છે તેના કારણે તપાસ સમિતિની તપાસ ધીમી પડી ગઈ છે તે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. 

તમે અધિકારીઓ પાસે કેટલા પૈસા લીધા ? બંગલા કોણે બનાવ્યા ? તેવા આક્ષેપ સામે થયાં

સુરત પાલિકાના કચરા કૌભાંડ બહાર આવ્યા બાદ લાંબો સમય સુધી મૌન રહેલા વિપક્ષ થોડા દિવસ પહેલા અચાનક આક્રમક બન્યો છે. આજે પાલિકાની સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં કમલમમાં ટકાવારી જાય છે તેવા આક્ષેપ કર્યા હતા તો સામે પક્ષે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ તમે અધિકારીઓ પાસે કેટલા પૈસા લીધા ? બંગલા કોણે બનાવ્યા ? તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. 

કચરા કૌભાંડ બહાર આવ્યા બાદ થોડો સમય સુધી વિપક્ષ ચુપ થઈ ગયો હતો પરંતુ આ કૌભાંડની હોહા થતા વિપક્ષ બહાર આવ્યો હતો. આજે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી નેતાએ કચરા કૌભાંડમાં કમલમમાં પૈસા જાય છે અધિકારીઓ સામે પગલાં નથી ભરાતા તેવા આક્ષેપ કર્યા હતા. ભાજપે આ આક્ષેપને નકારવાના બદલે તમે અધિકારીઓ પાસે કેટલા પૈસા લીધા ? બંગલા કોણે બનાવ્યા ? તેવા આક્ષેપ સાથે તમારે કારણે અધિકારીઓ નો ભોગ લેવાયો છે તેવા આક્ષેપ કર્યા હતા. આ સામ સામે આક્ષેપના કારણે કચરા કૌભાંડમાં બધા જ ગંધાઈ રહ્યાં છે તેવો માહોલ ઉભો કરાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Ac…

સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Ac...

અમદાવાદમાં કળીયુગી દીકરાએ માતાને દંડાના ઘા ઝીંકી કરી હત્યા, મિલકતનો હતો વિવાદ | Ahmedabad Crime News…

અમદાવાદમાં કળીયુગી દીકરાએ માતાને દંડાના ઘા ઝીંકી કરી હત્યા, મિલકતનો હતો વિવાદ | Ahmedabad Crime News...

અમદાવાદના રાણીપમાં કારચાલકે એક્ટિવા પર જતા દંપતીને ટક્કર મારતા બ્રિજ પરથી પટકાતા મોત | In Ranip Ahme…

અમદાવાદના રાણીપમાં કારચાલકે એક્ટિવા પર જતા દંપતીને ટક્કર મારતા બ્રિજ પરથી પટકાતા મોત | In Ranip Ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d…

રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d…

7 months ago
જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બેને…

જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બેને…

4 months ago
૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

3 weeks ago
ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News