
તંત્ર માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત
વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપર ચોમાસાની માફક પાણી ભરાયા, હાઈવેનો ડામર રોડ તૂટી જવાની ભીતિ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત અંદાજિત ૫૦ કરોડથી વધુના ખર્ચે પીવાની પાણીની પાઇપલાઇનનો નાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરને રોજ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તેવા આશય સાથે નંખાઈ રહેલી લાઈનમાં એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર વઢવાણ મુખ્ય હાઇવે ઉપર લાઇનનો વારંવાર લીકેજ થઈ રહી છે. જેને લઈને તંત્ર દ્વારા રોડ રસ્તા ઉપર ખાડાઓ ખોદી રીપેરીંગ કામગીરી કરાતા હાઇવેનો રોડ પણ ખરાબ થઈ રહ્યો છે.









