gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in Business
0 0
0
સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે  અપેક્ષા પ્રમાણે વ્યાજ દર યથાવત રાખવાના લીધેલા નિર્ણયથી નબળા વૈશ્વિક પરિબળો વચ્ચે પણ ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે સુધારો જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક પરિબળો વચ્ચે દિવસના પ્રારંભમાં શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ નબળા ખૂલ્યા હતા પરંતુ રિઝર્વ બેન્કની પોલિસી જાહેર થયા બાદ બજારમાં રિકવરી જોવા મળી હતી. આઈટી,  ઓટો તથા ફાર્મા શેરોમાં નબળાઈ જોવા  મળી હતી જ્યારે એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસમાં આકર્ષણ રહ્યું હતું. છેલ્લા કેટલાક સત્રથી બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ કન્સોલિડેટ થઈ રહ્યાનું જોવા મળે છે.મિડકેપ તથા સ્મોલ કેપ શેરો  નબળા રહ્યા હતા.  બીએસઈ સેન્સેકસ નીચામાં ૮૨૯૨૫.૩૫  અને ઉપરમાં ૮૩૬૧૨.૧૨  વચ્ચે અથડાઈ છેવટે ૨૬૬.૨૭ પોઈન્ટ વધી ૮૩૫૮૦ .૪૦ બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૫૪૯૧.૯૦ અને ઉપરમાં ૨૫૭૦૩.૯૫ વચ્ચે અથડાઈ છેવટે ૫૦.૯૦ વધી ૨૫૬૯૩.૭૦ બંધ રહ્યો હતો. ઈન્ડેકસમાં સુધારા છતાં માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બીએસઈ પર ૧૮૮૫  શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૨૩૦૯ના ઘટયા હતા અને ૧૧૭ શેરોના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. 

આઈટી શેરોમાં સતત ધોવાણ ચાલુ: નિફટી આઈટી ઈન્ડેકસમાં વધુ ૫૩૨ પોઈન્ટનું ગાબડું

આઈટી કંપનીઓના શેરોમાં સતત વેચવાલી ચાલુ રહી હતી. છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રમાં નિફટી આઈટી ઈન્ડેકસ ૯ ટકા જેટલો ઘટયો છે. સોફટવેર કંપનીઓ સામે એઆઈના જોખમ વધી રહ્યા હોવાના અહેવાલે વૈશ્વિક આઈટી શેરોમાં ધોવાણને પગલે ઘરઆંગણે પણ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફટી આઈટી ઈન્ડેકસમાંના દરેક શેરો ઘટાડે બંધ રહ્યા હતા. ઈન્ફોસિસ રૂપિયા ૧૩.૧૦ ઘટી રૂપિયા ૧૫૦૭.૧૦, એચસીએલ ટેક રૂપિયા ૧૬.૩૦ ઘટી રૂપિયા ૧૫૯૩.૭૦,  વિપ્રો રૂપિયા ૨.૬૭ ઘટી રૂપિયા ૨૩૦.૭૨, ટીસીએસ રૂપિયા ૪૯.૯૦ ઘટી રૂપિયા ૨૯૪૧.૬૦ બંધ રહ્યો હતો.   રૂપિયામાં મજબૂતાઈને કારણે પણ આઈટી સેવા ક્ષેત્રના શેરો ઘટાડા તરફી રહ્યા હતા. 

નિફટી એફએમસીજી ઈન્ડેકસ ૧૧૫૧ પોઈન્ટ ઉછળ્યો: આઈટીસી, એચયુએલ, ડાબર, પતંજલિ સહિતના એફએમસીજી સ્ટોકસમાં આકર્ષણથી ઉછાળો

એફએમસીજી ક્ષેત્રના શેરોમાં  નીચા મથાળે  આકર્ષણ જોવા મળ્યું હતું. એચયુએલ રૂપિયા ૬૯.૮૦ વધી રૂપિયા ૨૪૨૪.૨૦, પતંજલિ ફૂડસ રૂપિયા ૮.૫૫ વધી રૂપિયા ૫૨૪.૦૫ તથા ડાબર રૂપિયા ૪ વધી રૂપિયા ૫૦૮.૩૦ બંધ રહ્યો હતો. સિગારેટ પર સરકારે એકસાઈઝ ડયૂટી વધારો લાગુ કર્યા બાદ સિગારેટ ઉત્પાદક કંપનીઓ આઈટીસી, ગોડફ્રે, વીએસટીના  ભાવમાં બોલાઈ ગયેલા કડાકા બાદ આજે તેમાં વેલ્યુ બાઈંગ નીકળતા ભાવમાં ઉછાળો આવ્યો હતો. કંપનીઓએ સિગારેટના ભાવ વધારવાની ફરજ પડી હતી. આઈટીસી રૂપિયા ૧૫.૬૦ વધી રૂપિયા ૩૨૫.૮૦, ગોડફ્રે રૂપિયા ૨૦૬.૩૦ વધી રૂપિયા ૨૧૮૮.૩૦, વીએસટી રૂપિયા ૮.૨૭ વધી રૂપિયા ૨૩૭.૩૩ બંધ રહ્યા હતા.  

રિઝર્વ બેન્કની પોલિસી બાદ બેન્કિંગ શેરોમાં પાંખી વધઘટે મિશ્ર પ્રવાહ 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટ યથાવત રાખવાના લેવાયેલા નિર્ણય બાદ બેન્કિંગ શેરોમાં પાંખી વધઘટ મિશ્ર પ્રવાહ રહ્યો હતો. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક તથા સેન્ટ્રલ બેન્ક સાધારણ સુધારા સાથે બંધ રહ્યા હતા જ્યારે પીએનબી રૂપિયા ૧.૨૫ ઘટી રૂપિયા ૧૨૨.૮૫, ઈન્ડિયન બેન્ક રૂપિયા ૮.૩૦ ઘટી રૂપિયા ૮૭૧.૨૦, એસબીઆઈ રૂપિયા ૭.૧૦ ઘટી રૂપિયા ૧૦૬૬.૪૦ બંધ રહ્યા હતા. આ ઉપરાંત આઈઓબી, યુકો બેન્ક, પંજાબ એન્ડ સિંધ નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. 

ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ એમઆરએફ રૂપિયા ૧૧૪૮૫ વધી રૂપિયા ૧,૪૬,૪૫૫ પહોંચ્યો: અન્ય ઓટો શેરોમાં પણ નીચા ભાવે લેવાલી

ટાયર ઉત્પાદક એમઆરએફના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ ભાવમાં ૮ ટકાથી વધુનો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. અન્ય ઓટો શેરોમાં ટીવીએસ મોટર રૂપિયા ૪૫.૮૦ વધી રૂપિયા ૩૭૫૮.૫૦,  બાલકૃષ્ણ ઈન્ડ. રૂપિયા ૧૭.૦૦ વધી રૂપિયા ૨૭૦૪.૮૦, અશોક લેલેન્ડ રૂપિયા ૦.૩૪ વધી રૂપિયા ૨૦૧.૮૪ રહ્યો હતો. 

એફઆઈઆઈની કેશમાં રૂપિયા ૧૯૫૦.૭૭ કરોડની નેટ લેવાલી જ્યારે ડીઆઈઆઈની રૂપિયા ૧૨૬૫.૦૬ કરોડની નેટ વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૧૬૭૧૮.૬૬ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૪૭૬૭.૮૯ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૯૫૦.૭૭ કરોડની ખરીદી રહી હતી. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની રૂપિયા ૧૩૨૧૫.૭૪ કરોડની નેટ લેવાલી સામે રૂપિયા ૧૪૪૮૦.૮૦ કરોડની વેચવાલી સાથે રૂપિયા ૧૨૬૫.૦૬ કરોડની નેટ વેચવાલી રહી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk...

જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

જ્ય'ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa...

ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while …

ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિ…

મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિ…

5 months ago
મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

8 months ago
RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str…

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str…

2 months ago
દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over …

દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News