gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં ‘ટેકનીકલ ખામી’ : ચાર કલાક ટ્રેડિંગ ખો…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ કડાકા-ભડાકા વચ્ચે MCXમાં ‘ટેકનીકલ ખામી’ : ચાર કલાક ટ્રેડિંગ ખો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વમાં બુલિયન-સોના-ચાંદીમાં વાયદાના વેપારના અગ્રણી એક્સચેન્જો પૈકી એક અને ભારતના સૌથી મોટા કોમોડિટીઝ એક્સચેન્જ મલ્ટિ કોમોડિટીઝ એક્સચેન્જ (એમસીએક્સ) પર સોના-ચાંદીના તાજેતરના વિક્રમી રોકેટ તેજી બાદ ટૂંકાગાળામાં ભાવોમાં કડાકાના દિવસોમાં જ આજે ટેકનીકલ-તકનીકિ ખામી સર્જાયાના નામે ચાર કલાક સુધી ટ્રેડિંગ ખોરવાઈ ગયું હતું. એમસીએક્સના ઈતિહાસમાં આ સૌથી લાંબો સમય ટ્રેડિંગ બંધ રહ્યાની દુર્ઘટના ઘટી છે. અગાઉ પણ બે વખત એક્સચેન્જમાં ટેકનીકલ ખામીના કારણે ટ્રેડિંગ અમુક સમય બંધ પડયાની ઘટના ઘટી છે.

એમસીએક્સ પર સામાન્ય રીતે સવારે ૯ વાગ્યે શરૂ થતું ટ્રેડિંગ આજે-મંગળવારે ચાલુ જ થઈ શક્યું નહોતું. ટ્રેડિંગ શરૂ કરવામાં અસમર્થ રહેલું એક્સચેન્જ લાંબો સમય સુધી ટ્રેડિંગ ચાલુ નહીં કરી શકતા અનેક ટ્રેડરો પોઝિશન સુલટાવવામાં અસમર્થ રહ્યા હતા. રહી રહીને ચાર કલાક બાદ એમસીએક્સ બપોરે ડિઝાસ્ટર રિકવરી સાઈટ (ડીઆરએસ) પરથી ૧.૨૫ વાગ્યે ટ્રેડિંગ રાબેતા મુજબ ચાલુ કરી શક્યું હતું. જે માટે બપોરે ૧:૨૦ થી ૧:૨૪ વાગ્યાનું સ્પેશ્યલ સેશન યોજાયું હતું.

વિશ્વ બજારમાં અને ઘરઆંગણે બુલિયન-સોના અને ચાંદીના ભાવોમાં તાજેતરના દિવસોમાં ભાવોમાં વિક્રમી-ઐતિહાસિક તેજી જોવાયા બાદ દિવાળીના તહેવારો પૂરા થવામાં હતા, ત્યારે આવેલા મોટા કરેકશન અને પાછલા એક સપ્તાહમાં મોટો કડાકો બોલાઈ ગયો છે, એ સમયે જ બુલિયન ટ્રેડિંગમાં દેશના સૌથી મોટા એક્સચેન્જમાં આ પ્રકારની સર્જાયેલી મોટી ખામીને ટ્રેડરો અને બજારનો અમુક વર્ગ શંકાની નજરે જોવા લાગ્યો હતો. વિશ્વ બજારમાં આજે જ્યારે સોનાના ભાવ ઔંસ દીઠ ૩૯૦૦ ડોલરની સપાટી પણ ગુમાવી દેતાં અને ચાંદીના ભાવ પણ વિશ્વ બજારમાં ૪૬ ડોલરની સપાટી તૂટી જવાના સમયે જ એમસીએક્સ પર ટ્રેડિંગ ખોરવાઈ જતાં ટ્રેડરોની હાલત કફોડી થઈ હતી.

એમસીએક્સ ટ્રેડિંગ સિસ્ટમમાં ટેકનીકલ ખામીના કારણે ટ્રેડિંગ ખોરવાયું હોવાનું કારણ બતાવી રહ્યું છે, પરંતુ એક્સચેન્જ આટલો લાંબો સમય ચાર-ચાર કલાક સુધી ટ્રેડિંગ બંધ રહ્યા છતાં શા માટે તેના ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ટ્રેડિંગ શીફ્ટ કરી શક્યું નહીં એ પણ મોટો સવાલ ટ્રેડરોમાં ઉઠી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૧, જુલાઈ ૨૦૧૮ના પણ ટેકનીકલ ખામી સર્જાતાં ટ્રેડિંગ અમુક સમય માટે ખોરવાયું હતું. જ્યારે ૪, સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પણ ટ્રેડીંગ અમુક સમય માટે ખોરવાયું હતું.

સેબી એક્શનમાં : એમસીએક્સ પાસેથી ટ્રેડિંગ ખોરવાયા મામલે વિગતો માગી

કોમોડિટીઝ ડેરિવેટીવ્ઝ એક્સચેન્જ એમસીએક્સમાં ચાર કલાકથી વધુ સમય સુધી ટ્રેડિંગ અટકી જવાના મામલામાં મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એક્સચેન્જ પાસેથી વિગતો માગી હોવાનું જાણવા મળે છે.

નિયામક તંત્રની પ્રાથમિકતા એક્સચેન્જમાં કામગીરી પુન:સ્થાપિત કરવાની હતી, હવે તે પુન:સ્થાપીત કરવામાં આવી ચે. બાકીની વિગતો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ માંગવામાં આવશે એવું ઘટનાક્રમથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું.

ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટ પર ટ્રેડિંગ શિફ્ટ કરવામાં લાવેલા સમય વિશે ખાસ પૂછવામાં આવતાં સૂત્રણે તેને ગંભીર ચિંતા ગણાવી છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના ભાગરૂપે, સેબીને ટેકનિકલ ખામી વિશે જાણ કરવામાં આવી હતી અને પ્રારંભિક અહેવાલ અને મૂળ કારણ વિશ્લેષણ અનુસરવામાં આવશે, એવું જાણવા મળે છે. ૨૮, ઓકટોબરના રોજ એમસીએક્સમાં ટેકનીકલ ખામી વિશે સ્ટોક એક્સચેન્જને કંપની-એમસીએક્સ દ્વારા જાણ કરવામાં આવી હતી. ચાર કલાકથી વધુ સમય એક્સચેન્જમાં ટ્રેડિંગ ખોરવાઈ ગયું હતું અને લાંબા વિલંબ બાદ ડીઆર સાઈટ પર કામગીરી ખસેડવામાં આવી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…
Business

સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…

March 3, 2026
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …
Business

ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …

March 3, 2026
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી પરંતુ ઘરઆંગણે સાવચેતીનું વલણ | Gold and silver prices rise globally…
Business

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી પરંતુ ઘરઆંગણે સાવચેતીનું વલણ | Gold and silver prices rise globally…

March 3, 2026
Next Post
જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

મહુધાના તોરણિયામાં નવી બનાવેલી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત | The newly built Gram Panchayat office …

મહુધાના તોરણિયામાં નવી બનાવેલી ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત | The newly built Gram Panchayat office ...

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 84628 | Sensex falls 151 points to 84628

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 84628 | Sensex falls 151 points to 84628

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

2 weeks ago
દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

7 months ago
અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, મોડી રાતે પથ્થરમારો, પોલીસમાં દોડધામ | Tension in Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, મોડી રાતે પથ્થરમારો, પોલીસમાં દોડધામ | Tension in Ahmedaba…

4 months ago
ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi…

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News