gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના ચાંદીમાં ઝગમગાટ, શેરબજારે ચમક ગુમાવી | Gold and silver sparkle stock market loses luster

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in Business
0 0
0
સોના ચાંદીમાં ઝગમગાટ, શેરબજારે ચમક ગુમાવી | Gold and silver sparkle stock market loses luster
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : બે વર્ષના રેકોર્ડ વધારા પછી, કિંમતી ધાતુઓએ આ વર્ષે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ ખરાબ પ્રદર્શન કર્યું. જાણો શા માટે ઇક્વિટી બજારોએ તેમની ચમક ગુમાવી.સંવત ૨૦૮૧ માં રોકાણ જગતમાં સોના અને ચાંદીનું પ્રભુત્વ રહ્યું હતું. બંને ધાતુઓએ એટલી ગતિ મેળવી કે તેઓ દરેક અન્ય રોકાણ સાધનને પાછળ છોડી ગયા હતા. છેલ્લા બે વર્ષથી સતત વધારા છતાં, કિંમતી ધાતુઓએ આ વખતે તોફાની તેજીના કારણે રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બીજીતરફ શેરબજારનો વિકાસ ધીમો રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સાધારણ વધારો નોંધાયો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારોનું ધ્યાન ઇક્વિટીથી સોના અને ચાંદી તરફ કેન્દ્રિત થયું હતું.

સંવત ૨૦૮૧ માં, સોનું લગભગ ૬૦% અને ચાંદી લગભગ ૬૮% વધી છે. સોનાનો ભાવ ગત દિવાળીના રૂ.૭૯,૨૩૮ પ્રતિ ૧૦ ગ્રામથી વધીને રૂ. ૧.૩૨ લાખ પહોંચ્યો હતો, જ્યારે ચાંદી રૂ. ૯૬,૬૭૦ પ્રતિ કિલોથી વધીને રૂ. ૧.૬૩ લાખ પ્રતિ કિલો પહોંચી હતી. બંનેએ માત્ર શેરબજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું એટલું જ નહીં પરંતુ લગભગ દરેક મુખ્ય રોકાણ શ્રેણી કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. સતત બે વર્ષ સુધી વૃદ્ધિ છતાં, આ ધાતુઓનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો છે. 

આર્થિક અનિશ્ચિતતા, વૈશ્વિક તણાવ અને સલામત આશ્રયસ્થાનોની વધતી માંગને કારણે કિંમતી ધાતુઓ રોકાણકારો માટે ટોચની પસંદગી બન્યા હતા. એકતરફ સોના અને ચાંદી નવી ઊંચાઈએ પહોંચ્યા, ત્યારે આ વખતે શેરબજારમાં ધીમી ગતિ જોવા મળી હતી.

 નિફ્ટી માત્ર ૬.૮ ટકા અને સેન્સેક્સ ૫.૮ ટકા વધ્યો હતો. પાછલા વર્ષોની તુલનામાં આ નજીવો આંકડો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ માત્ર ૫.૮ ટકા વધ્યો, જ્યારે સ્મોલકેપ ૧૦૦ ૨.૧ ટકા ઘટયો છે.  બંને મુખ્ય સૂચકાંકો પાછલા બે વર્ષમાં ૩૦ ટકાથી વધુ ઉછળ્યા હતા, ત્યારે આ વખતે રોકાણકારોની ભાવના ઠંડી પડી હોય તેવું લાગે છે.

 નિષ્ણાતો કહે છે કે આ વર્ષ બજારમાં સંતુલન પુન:સ્થાપિત કરવાનું વર્ષ હતું. છેલ્લા બે વર્ષની તેજી પછી, રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો હતો, જેના કારણે બજાર થોડા સમય માટે સ્થિર રહ્યું હતું.  ગયા વર્ષે રોકાણકારોની ધીરજની કસોટી હતી. ભારતની આર્થિક સ્થિતિ મજબૂત હતી, પરંતુ દેશ વૈશ્વિક બજારોથી થોડો પાછળ રહી ગયો હતો. 

 આ વર્ષે, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં સામાન્યતા પાછી આવી છે. છેલ્લા બે વર્ષમાં, આ શેરના ભાવમાં તીવ્ર વધારો થયો હતો, જે તેમના આંતરિક મૂલ્ય કરતાં વધુ હતો. તેથી, આ વખતે બજાર  શાંત રહેવા સાથે થોડું ધીમું પડયું છે. 

બજારના જાણકારોએ જણાવ્યું હતું કે સોના અને ચાંદી હાલમાં દરેકના ધ્યાન પર છે, પરંતુ રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. તેમના ભાવ ગમે ત્યારે વધઘટ થઈ શકે છે. તીવ્ર લાભો ઘણીવાર ઘટાડા સાથે આવે છે. 

તેથી, મોટું રોકાણ કરવાને બદલે, સોના અથવા ચાંદીના ઇટીએફમાં સીપ દ્વારા નાની રકમમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. 

હાલમાં, ઇક્વિટી વેલ્યુએશન હજુ પણ ઊંચા છે. નિફ્ટી તેની ૧૦ વર્ષની સરેરાશ કરતાં લગભગ ૧૦ ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો વધુ મૂલ્યવાન છે. 

સોના ચાંદીની ચમક જળવાઈ રહેશે 

ગત સંવત વર્ષમાં સોના ચાંદીમાં તોફાની તેજી નવા સંવત વર્ષમાં પણ જળવાઈ રહેવાની સંભાવના છે. વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ સહિતના અન્ય પરિબળો પાછળ સોના ચાંદીમાં તેજીનું તોફાન ચાલુ રહેશે તેમ બજારના જાણકારોએ જણાવ્યું હતું. પ્રવર્તમાન સંયોગો જોતા આગામી સમયમાં સોનું રૂ. ૧,૪૫,૦૦૦ અને ચાંદી રૂ. ૨,૪૦,૦૦૦ને સ્પર્શે તેવી સંભાવના છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
હળવદમા જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર 4 શખ્સોનો હુમલો | 4 men attack young man in Halvad over old di…

હળવદમા જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર 4 શખ્સોનો હુમલો | 4 men attack young man in Halvad over old di...

અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખૂની ખેલ, બનેવીએ કરી સાળાની હત્યા | ankleshwar gadkh…

અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખૂની ખેલ, બનેવીએ કરી સાળાની હત્યા | ankleshwar gadkh...

જે PM મોદી છુપાવે, તે ટ્રમ્પ જાહેર કરી નાંખે છે: ઓઈલ આયાત મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ | What PM Modi Hi…

જે PM મોદી છુપાવે, તે ટ્રમ્પ જાહેર કરી નાંખે છે: ઓઈલ આયાત મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ | What PM Modi Hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

3 months ago
વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o…

વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o…

8 months ago
ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

12 months ago
ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104

ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News