gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું | Storm Shadow Missile: A storm of dise…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું | Storm Shadow Missile: A storm of dise…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રડારથી બચવાની ક્ષમતા ધરાવતી આ મિસાઈલની મારણક્ષમતા અચૂક છે

– જમીનની નીચે બનાવેલા બંકર અને કોંક્રિટના જાડા બાંધકામને પણ તોડી પાડવા સક્ષમ 

નવી દિલ્હી : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ ઉપર વધુ એક પ્રહાર કર્યો છે. ઓપરેશન સિંદુરની મદદથી પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા ૯ આતંકી ઠેકાણાઓ ઉપર ૨૪ જેટલી મિસાઈલ છોડીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલા માટે ભારતીય વાયુસેના દ્વારા અત્યાધુનિક સ્ટોર્મ શેડો એટલે કે સ્કેલ્પ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સચોટ, શક્તિશાળી અને જમીનની નીચે બનાવેલા બંકરોને પણ તોડવાની ક્ષમતા ધરાતવી આ મિસાઈલ દુશ્મનો માટે એક દુ:સ્વપ્ન સમાન છે. ફાઈટર જેટની મદદથી છોડવામાં આવતી આ મિસાઈલ મજબુતમાં મજબુત ઈમારતોને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. 

જીભછન્ઁ-ઈય્ એટલે કે સ્ટોર્મ શેડો બ્રિટન અને ફ્રાન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી સૌથી સચોટ મિસાઈલ છે. ભારતે રાફેલની ખરીદી કરી ત્યારે જ આ મિસાઈલ્સ પણ સાથે જ ખરીદવામાં આવી હતી. તેનું સૌથી મોટું પાસું એ છે કે, તે દિવસ-રાત અને કોઈપણ સિઝનમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેનું જીપીએસ એટલું મજબૂત અને સચોટ છે કે તે ચોક્કસ નિશાનને ભેદી કાઢે છે. તેની બીજી ખાસિયત એ છે કે, તેને જ્યારે છોડવામાં આવે છે ત્યારે તે આકાશને બદલે જમીનની નજીક ઉડે છે તેના કારણે દુશ્મનોના રડારમાં પકડાતી નથી અને ઝડપથી ટાર્ગેટ એચિવ કરી શકે છે. તેનાથી સાધેલું નિશાન પાર પડે છે અને આસપાસ કોઈ નુકસાન થતું નથી. 

આ કારણોસર સ્કેલપ મિસાઈલ પસંદ કરાઈ

૧. ભારતનું સૌથી મોટું લક્ષ્ય હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા વગર પાકિસ્તાન અને પીઓકેના આતંકી લોન્ચપેડને ધ્વસ્ત કરવા. તેના માટે લાંબા અંતરની અને જીપીએસ ગાઈડેડ મિસાઈલ જરૂરી હતી. સ્ટોર્મ શેડો મિસાઈલ ૫૬૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે. રાફેલ દ્વારા તેને સરળતાથી ટાર્ગેટ સુધી લોન્ચ કરી શકાય છે. તેના માટે એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ કરવાની પણ જરૂર નથી. તેના કારણે કામ પણ પાર પડી જાય છે તથા પાઈલટ અને વિમાન પણ સુરક્ષિત રહે છે. 

૨. આ મિસાઈલનો આખાર ખૂબ જ વિશેષ છે. એરોડાઈનેમિક અને ચપટા આકારના કારણે આ મિસાઈલમાં રડાર ક્રોસ સેક્શન નહીવત પ્રમાણમાં ઉદભવે છે. તેના કારણે આ મિસાઈલ અંગે દુશ્મનના રડારને માહિતી મળી જ નથી. તે ઉપરાંત આ મિસાઈલનો બહારનો ભાગ એવા મટિરિયલમાંથી બનાવાયો છે જે ઈન્ફ્રારેડ તરંગોને પોતાની અંદર સમાવી લે છે. તેના કારણે દુશ્મનો ઈન્ફ્રારેડ તરંગો થકી પણ આ મિસાઈલને શોધી શકતા નથી. આ કારણે મિસાઈલ જ્યાં સુધી ટાર્ગેટ હિટ ન કરે ત્યાં સુધી દુશ્મન અજાણ જ રહે છે. 

૩. લાંબા અંતરની આ મિસાઈલમાં એવી ઘણી ટેક્નોલોજી છે જે તેને ખાસ બનાવે છે. તેમાં સૌથી પહેલાં તો ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ છે જે ફાયર કરવા દરમિયાન શરૂઆતના રસ્તાનું નેવિગેશન કરે છે. ત્યારબાદ તેમાં જીપીએસ છે જે ટાર્ગેટ લોકેશનને સતત અપડેટ કરતું રહે છે. ત્યારબાદ ટેરેને પ્રોફાઈલ મેચિંગ છે જે જમીનનો નકશો બનાવીને તેના આધારે પોતાના રસ્તાની દિશા, ઉંચાઈ અને ગતિ નક્કી કરે છે. તેમાં ઈલેક્ટ્રો ઓપ્ટિલકલ ટર્મિનલ ગાઈડેન્સ સિસ્ટમ છે જે ટાર્ગેટ હિટિંગની અંતિમ ક્ષણોમાં ટાર્ગેટની તસવીર સાથે મેચિંગ કરીને માઈક્રો લેવલે સરખામણી કરીને હિટ કરે છે. તેનાથી અચૂક નિશાન સધાય છે. તેના કારણે જ વાહનો, બંકર, નાના ઠેકાણાઓ અને ગુપ્ત જગ્યાઓને સરળતાથી ટાર્ગેટ કરી શકાય છે.

૪. અંતિમ અને મહત્ત્વની વાત એ છે કે, આ મિસાઈલ બે તબક્કામાં હુમલો કરે છે. તેનો પહેલો ભાગ કોઈપણ ટાર્ગેટના બાહ્ય માળખાને ધ્વસ્ત કરી નાખે છે. પોલાદ, લોખંડ કે પછી કોંક્રિટના મજબૂત માળખાને પણ તોડી પાડે છે. ત્યારબાદ અંદરનો બીજો હિસ્સો એક્ટિવ થાય છે જે આ માળખાની અંદર રહેલા તમામ ઈક્વિપમેન્ટ્સને નષ્ટ કરી નાખે છે. તેના પગલે જ જમીનની અંદર સંતાયેલા ટાર્ગેટ હિટ કરવા આ મિસાઈલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…
INDIA

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

February 13, 2026
‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…
INDIA

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

February 13, 2026
રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…
INDIA

રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…

February 13, 2026
Next Post
કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander…

કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander...

ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં | Operation…

ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં | Operation...

દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out…

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out…

11 months ago
ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

4 months ago
માતા-પિતાને બાઈક પર લઈ જતા યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળી, માતા ઊંધા માથે પટકાઈ | young man …

માતા-પિતાને બાઈક પર લઈ જતા યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળી, માતા ઊંધા માથે પટકાઈ | young man …

2 weeks ago
અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News