IMD Recruitment 2025: ભારતીય હવામાન વિભાગ (IMD)માં વિવિધ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને એડમિન આસિસ્ટન્ટ જેવી 134 પોસ્ટ્સ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. IMD અનુસાર, ગત 24 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થયા છે, જેમાં આગામી 14 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.
સત્તાવાર નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
કયા પદ પર ભરતી?
આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ I માટે 64, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ II માટે 29, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ III માટે 13 અને પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E માટે 1 જગ્યાઓ છે. વધુમાં 25 સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને 1 એડમિન આસિસ્ટન્ટની જગ્યા છે. દરેક જગ્યા માટે અલગ-અલગ પગારધોરણ છે.

લાયકાત
IMDએ દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવની આવશ્યકતાઓ સ્પષ્ટ કરી છે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E, III, અને II માટે, ડૉક્ટરેટ/M.Tech સાથે M.Sc/B.Techને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે અનુક્રમે 11, 7 અને 3 વર્ષનો અનુભવ જરૂરી છે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ I માટે M.Sc/B.Tech પણ ફરજિયાત છે. સાયન્ટિસ્ટ માટે સાયન્સ/IT/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમમાં સ્નાતકની ડિગ્રી જરૂરી છે, જ્યારે વહીવટી સહાયક માટે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી અને કમ્પ્યુટર કુશળતા જરૂરી છે.
વય મર્યાદા
આ ભરતી માટેની વય મર્યાદા પદ પ્રમાણે અલગ-અલગ છે. જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E માટે મહત્તમ ઉંમર 50 વર્ષ, સાયન્ટિસ્ટ III માટે 45 વર્ષ, સાયન્ટિસ્ટ II માટે 40 વર્ષ, સાયન્ટિસ્ટ I માટે 35 વર્ષ અને સાયન્ટિફિક/એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટે 30 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
આ પણ વાંચો: SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ

IMDએ પસંદગી પ્રક્રિયાને બે ભાગમાં રાખી છે. ડેમાં પ્રથમ તબક્કામાં અરજીઓની તપાસ અને લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી સંપૂર્ણપણે ઇન્ટરવ્યૂ પર આધારિત રહેશે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે IMDની સત્તાવાર વેસબાઈટ psrecruit.imd.gov.in પર જઈને ફોર્મ ભરી શકાશે. આવેદન કરતી વખતે ઉમેદવારોએ સ્વ-પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે. અધૂરુ અથવા ખોટું ફોર્મ ભરવાથી અરજી રિજેક્ટ કરવામાં આવશે.










