
New NEET Rules for Allied Healthcare Courses 2026: ભારત સરકાર દ્વારા પેરામેડિકલના અને અલાઈડ હેલ્થકેરના વિવિધ 57 જેટલા કોર્સીસ માટે અલાયદા કમિશન(નેશનલ કમિશન ફોર અલાઈડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ)ની રચના કરવામાં આવી છે, ત્યારે જુદી જુદી 10 કેટેગરીમાં સમાવાયેલા કોર્સીસમાંથી 16 જેટલા કોર્સીસ માટેની પ્રવેશ લાયકાતો-નિયમો કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ધો.12 ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી અને સાયકોલોજી કોર્સમાં પ્રવેશ માટે નીટ નહીં લેવાય. માત્ર ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી એમ બે કોર્સ માટે જ નીટ લેવાશે એટલે આ કોર્સમાં નીટના આધારે પ્રવેશ અપાશે. આમ હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી ઉપરાંત ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિત કુલ છ કોર્સ માટે નીટ લેવાશે. જો કે આમ તો એનટીએ દ્વારા નર્સિંગ માટે પણ નીટ લેવાય છે પરંતુ ગુજરાતમાં નીટના આધારે નર્સિંગમાં પ્રવેશ થતા નથી.










