gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Manipur Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (13 સપ્ટેમ્બર) મણિપુરની મુલાકાત લેશે. તેઓ ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે. 2 વર્ષ પહેલાં રાજ્યમાં ભડકેલી જાતીય હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, તેમણે 8,500 કરોડ રૂપિયાના 31 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. મુખ્ય સચિવ પુનિત કુમાર ગોયલે વડાપ્રધાનની મણિપુર મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે જાતીય સંઘર્ષ પછી મણિપુરની મુલાકાત ન લેવા બદલ વિપક્ષી પક્ષો દ્વારા વારંવાર ટીકા વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત થઈ રહી છે. મે 2023થી આ જાતીય સંઘર્ષમાં 260થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે.

મુખ્ય સચિવ ગોયલે આપી માહિતી

મુખ્ય સચિવ ગોયલે કહ્યું હતું કે, ‘શાંતિ એટલે માત્ર હિંસાનો અભાવ જ નહીં, પરંતુ વિશ્વાસ, સદ્ભાવ અને સમાધાન પણ જરૂરી છે. આ પ્રકારે, વડાપ્રધાન મોદીની મણિપુરની મુલાકાતથી રાજ્યમાં શાંતિ, સામાન્ય સ્થિતિ અને વિકાસનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે આઈઝોલથી મણિપુર પહોંચશે.’ 

આ પણ વાંચોઃ ‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા

આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, મોદી ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને બે રેલીઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલ એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુરના સમાવેશી, ટકાઉ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, વડાપ્રધાન મોદી ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.’

પીએમ મોદીની મુલાકાત પર વિપક્ષનું નિવેદન

મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રે આરોપ લગાવ્યો હતો કે, જાતીય હિંસાગ્રસ્ત રાજ્યમાં મોદીની મુલાકાત ફક્ત પ્રતિકાત્મક છે. તેનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો અને ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી. રાજ્ય સરકાર મણિપુરના પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોના રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધવાના પ્રયાસોની પ્રશંસા કરે છે. બધા પક્ષોના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં ધીમે ધીમે પરંતુ શાંતિપૂર્ણ રીતે સ્થિરતા અને સુરક્ષા આવી છે. 

મણિપુરમાં વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડથી 7300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાની આધારશિલા મૂકશે, જ્યાં કુકી બહુસંખ્યક રહે છે. વડાપ્રધાન મોદી મેઇતૈ વસ્તી ધરાવતા ઇમ્ફાલથી 1200 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

આ પણ વાંચોઃ દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ

મણિપુરમાં મોદીના આ કાર્યક્રમના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ ઇમ્ફાલથી એક પ્રમુખ સ્થાન, કેશમપટ જંક્શન પર લગાવવામાં આવ્યું છે, જે ભાજપ મુખ્યાલયની નજીક છે. રાજ્યમાં આવા બીજા પણ હોર્ડિંગ લગાવવામાં આવે તેવી આશંકા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.  

વહીવટીતંત્રએ જાહેર કરી એડવાઇઝરી

નોંધનીય છે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, 13 સપ્ટેમ્બરે પીસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત VVIP કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને ચાવી, પેન, પાણીની બોટલ, બેગ, રૂમાલ, છત્રી, લાઇટર, મેચબોક્સ, કાપડના ટુકડા, કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ અથવા શસ્ત્રો અને દારૂગોળો ન લાવવા માટેની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જોકે, આ એડવાઇઝરીમાં વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તેમજ જનતાને સલાહ આપવામાં આવી છે કે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બીમાર વ્યક્તિઓને કાર્યક્રમ સ્થળ પર લાવવાનું ટાળવું.

રાજ્યમાં સુરક્ષા વ્યસ્થામાં વધારો 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ચુરાચાંદપુર પહોંચી ગઈ છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પીસ ગ્રાઉન્ડ તરફના રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel…

'શાંતિ અને સ્થિરતા વધશે...', નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel...

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi...

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k…

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ | Road From YMCA to Karnavati Cl…

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ | Road From YMCA to Karnavati Cl…

8 months ago
રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત | City bus driver rams…

રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત | City bus driver rams…

11 months ago
માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

3 months ago
કંપનીઓએ સિન્ડિકેટેડ લોન દ્વારા વિદેશથી 32.5 બિલિયન ડોલરનું ભંડોળ ઉભું કર્યું | Companies raised fund…

કંપનીઓએ સિન્ડિકેટેડ લોન દ્વારા વિદેશથી 32.5 બિલિયન ડોલરનું ભંડોળ ઉભું કર્યું | Companies raised fund…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News