gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court CJI: ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે નોંધવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ એક ટિપ્પણી કરી હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠને ચીફ જસ્ટિસને સલાહ પણ આપી હતી કે, વાણી પર સંયમ રાખવો જોઈએ. આ મામલે વિવાદ વધતાં અંતે ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરવી પડી છે.

ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ સ્પષ્ટતા આપી છે કે, મારૂ નિવેદન સોશિયલ મીડિયા પર ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. કોઈએ મને બીજા દિવસે જણાવ્યું કે, મારી ટિપ્પણી સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. હું તમામ ધર્મોનું સન્માન કરુ છું. 

સોલિસિટર જનરલે પણ આપી સ્પષ્ટતા

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ મામલે સ્પષ્ટતા આપી છે કે, હું ચીફ જસ્ટિસ બીઆર ગવઈને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. તેઓ દરેક ધાર્મિક સ્થળની મુલાકાત લે છે, અને તમામનું આદર કરે છે. સિનિયર વકીલ કપિલ સિબ્બલ પણ ઉપસ્થિત હતા, તેમણે કહ્યું કે, આ પ્રકારની ચીજોનો સામનો આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. આ રીતે કોઈને બદનામ કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, મૂર્તિના સમારકામની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે અરજદારની ઝાટકણી કાઢતા કહ્યું હતુ કે, તમારી અરજી PIL નથી, પરંતુ પ્રચાર અરજી છે. જો તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો, તો ફરી તેમને પ્રાર્થના કરો. તેમની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જે વિવાદનું કારણ બની હતી.

આ પણ વાંચોઃ મોટા યુદ્ધની તૈયારી…? રશિયા-બેલારુસના 1 લાખ સૈનિકો એકત્ર થતાં ચર્ચાએ જોર પકડ્યું

વિશ્વ હિન્દુ પરિષદે પત્ર લખી આપી સલાહ

વિશ્વ હિન્દુ પરિષદે આ વિવાદમાં ઝંપલાવતાં ચીફ જસ્ટિસને પત્ર લખી સલાહ આપી હતી. સંગઠનના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે લખ્યું હતું કે, ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં સ્થિત ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના  સમારકામ માટે અરજી પર સુનાવણી થઈ રહી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે મૌખિક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, મૂર્તિના સમારકામ માટે ભગવાનને જ પ્રાર્થના કરો. તમે કહો છો કે, તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો, તો હવે તેમને જ પ્રાર્થના કરો. કોર્ટ ન્યાયનું મંદિર છે. ભારતીય સમાજની કોર્ટમાં લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપણા સૌનું કર્તવ્ય છે કે, આ વિશ્વાસ જળવાઈ જ નહીં, પરંતુ વધુ મજબૂત બને.

જસ્ટિસે પણ વાણી પર સંયમ રાખવો જોઈએ

આગળ સલાહ આપી કે, આપણા સૌનું કર્તવ્ય છે કે, આપણી વાણીમાં સંયમ રાખીએ. ખાસ કરીને કોર્ટની અંદર. આ જવાબદારી કેસ લડનારાઓની પણ છે. વકીલોની પણ છે, અને ન્યાયાધીશોની પણ છે. અમને લાગે છે કે, ચીફ જસ્ટિસની મૌખિક ટિપ્પણી હિન્દુ ધર્મની આસ્થાની હાંસી ઉડાવે છે. સારૂ રહેશે કે, આ પ્રકારની ટિપ્પણી કરવાથી બચો.

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…
INDIA

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

April 12, 2026
‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…
INDIA

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

April 12, 2026
દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…
INDIA

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

April 12, 2026
Next Post
SSGમાં મહિલાઓની સ્ક્રિનિંગ ઓપીડીનો પ્રારંભ : પ્રથમ દિવસે 95 દર્દીએ મુલાકાત લીધી | Women’s screening …

SSGમાં મહિલાઓની સ્ક્રિનિંગ ઓપીડીનો પ્રારંભ : પ્રથમ દિવસે 95 દર્દીએ મુલાકાત લીધી | Women's screening ...

વડોદરાની રઘુકુળ વિદ્યાલયમાં ધો.10ના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીએ માથામાં કડુ મારી લોહીલુહાણ કર…

વડોદરાની રઘુકુળ વિદ્યાલયમાં ધો.10ના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીએ માથામાં કડુ મારી લોહીલુહાણ કર...

શાંતિ સ્થાપનામાં ભારતનો પૂર્ણ સહયોગ: નેપાળના વચગાળાના પ્રમુખ સુશીલા કાર્કી સાથે PM મોદીની વાતચીત | p…

શાંતિ સ્થાપનામાં ભારતનો પૂર્ણ સહયોગ: નેપાળના વચગાળાના પ્રમુખ સુશીલા કાર્કી સાથે PM મોદીની વાતચીત | p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ | asaduddin owaisi o…

પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ | asaduddin owaisi o…

12 months ago
જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

4 months ago
‘મેચ થવા દો, અમે રોક નહીં લગાવીએ’, SCએ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી | supreme c…

‘મેચ થવા દો, અમે રોક નહીં લગાવીએ’, SCએ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી | supreme c…

7 months ago
અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News