![]()
વડોદરા,તરસાલીના બિલ્ડરે રૃપિયા લઇ બાનાખત કરી આપ્યા હતા. ત્યારબાદ બારોબાર અન્યને ફ્લેટ વેચી દીધા હતા. આ ગુનામાં સંડોવાયેલા બિલ્ડરની હજી પોલીસ પકડી શકી નથી.
માંજલપુરમાં તુલસીધામ રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા સંદીપભાઈ સોમાભાઈ પટેલ મૂળ નર્મદા જિલ્લાના વરખડ ગામના વતની છે અને ત્યાં જ ખેતી કામ કરે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગત ૧૭ મી માર્ચે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલપર દ્વારા બનાવવામાં આવતી સમર્પણ નામની સ્કીમના પ્રોપરાઇટર જતીનભાઈ શાંતિલાલ પંચોલી (રહે.સેવાસી, દાદા ભગવાન ત્રિમંદિર વરણામા તથા મેઘ ધનુષ એપાર્ટમેન્ટ, અગ્રસેન નજીક સુરત) એ મારા અને મારી ભાભી પાસેથી ૧૫.૨૦ લાખ લઇ બાનાખત કરી આપી ફ્લેટ અન્યને વેચી દીધા હતા. આ ગુનામાં સંડોવાયેલા બિલ્ડરને પકડવામાં મકરપુરા પોલીસ નિષ્ફળ રહી છે.







