![]()
મ્યુ.કોર્પોરેશન દ્વારા બીલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી વિસ્તારોમાં પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત અને ખાલી પડેલા કુલ ૨૭૦૯ મકાનો તથા ૭ દુકાનોની ફાળવણી માટેનો ડ્રો રાજ્ય સરકારના મુખ્ય દંડક અને મેયરના હસ્તે યોજાયો હતો.
સાથે જ આગામી સમયમાં શહેરમાં વધુ ૩૦ હજાર નવા મકાનોના નિર્માણની જાહેરાત પણ કરાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોને મળીને અંદાજે ૪ કરોડ આવાસો પૂર્ણ થયા છે. હવે બીજા તબક્કામાં શહેરી વિસ્તારોમાં વધારાના ૧ કરોડ આવાસોના નિર્માણનો લક્ષ્યાંક છે.










