
– આઇઆઇટી-ગાંધીનગરના સંશોધનમાં ગંગાના સૂકાવાને ઓછાં વરસાદ સાથે સંબંધ હોવાનો દાવો
– ઐતિહાસિક રેકોર્ડઝ અને 1991થી 2020 દરમ્યાન જળપ્રવાહના મોડેલ્સનો ઉપયોગ કરી 1300 વર્ષના જળપ્રવાહ મોડેલની રચના કરાઇ
નવી દિલ્હી : ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટીના સંશાધકોએ કરેલાં અભ્યાસમાં જણાયું છે કે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ રહી છે. આ અભ્યાસના તારણો નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝની જર્નલ પ્રોસિડિંગ્ઝમાં પ્રકાશિત થયા છે જે દર્શાવે છે કે ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઇ છે તે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.
આઇઆઇટી-ગાંધીનગર અને યુએસની એરિઝોન યુનિવર્સિટીના સંશોધકોએ ગંગાની સૂકાવાની ઘટનાને નૈરૂત્યના ચોમાસામાં ઘટી રહેલાં વરસાદ સાથે સાંકળી છે.










