gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tiger Story: ગુજરાતમાં આખરે વાઘનું પુનરાગમન થતાં ઉત્સાહનો માહોલ છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો વસવાટ બનાવ્યો છે. પરંતુ, આ સફળતાની ગાથા વચ્ચે ગુજરાતની વન્યજીવ સંરક્ષણની યાદોમાં એક દર્દભરી ઘટના પણ જોડાયેલી છે અને તે છે વર્ષ 2019ની. જી હા, વર્ષ 2019માં પણ ગુજરાતમાં વાઘ આવ્યો હતો. જોકે, તે ગુજરાતમાં લાંબો સમય ટકી શક્યો નહતો.

2019માં લુણાવાડાના જંગલમાં જોવા મળ્યો હતો વાઘ

વર્ષ 1985 પછી પ્રથમવાર કોઈ વાઘ ગુજરાતની ધરતી પર આવ્યો હોય, તેવો સંકેત 2019માં મળ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં એક સ્કૂલ ટીચર મહેશભાઈ મહેરાએ સાંજે પરત ફરતી વખતે રોડ ક્રોસ કરી રહેલા વાઘની તસવીર પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતી. RFO રોહિત પટેલ સહિતના અધિકારીઓએ વાઘના વાળ અને પગના નિશાન મેળવીને તસવીરો સાચી હોવાની પુષ્ટિ કરી હતી.

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે 2 - image

12 જેટલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા 

વાઘ આવ્યો હોવાની જાણકારીની પુષ્ટિ થતાં આસપાસના ગઢ, બોરીઆ, શેખપુર જેવા 12 જેટલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા અને જંગલમાં પ્રવેશ ન કરવાની સૂચના અપાઈ હતી. સાથે જ વાઘનું પગેરું મેળવવા માટે નાઇટ વિઝન ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે 3 - image

શિક્ષકની વાતનો કોઈ વિશ્વાસ કરતું ન હતું

શિક્ષક મહેશભાઈ મહેરાએ જણાવ્યું હતું કે તેઓ અને અન્ય સ્થાનિકોએ અગાઉ પણ વાઘને જોયો હતો, પણ કોઈ વિશ્વાસ કરતું ન હતું. આ તસવીરથી ગુજરાતની વાઘના આગમનની આશા સજીવન થઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતના રતનમહાલના જંગલમાં ‘ટાઈગર’નું પુનરાગમન! કેમેરામાં થયો કેદ, વન વિભાગમાં ખુશીનો માહોલ

6 મહિના બાદ કંતારના જંગલમાં મૃતદેહ

વર્ષો બાદ આવેલા આ વાઘની હાજરી લાંબો સમય ટકી નહીં. અંદાજે છ એક માસ સુધી વાઘ મહીસાગરના જંગલમાં હોવાની વાત વન વિભાગ જાણતું હતું, પણ બે દિવસ પછી જ્યારે કંતારના ગાઢ જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે સમગ્ર રાજ્યમાં આઘાત ફેલાયો હતો. વન વિભાગના અધિકારીઓ જે વાઘની સુરક્ષાની વાતો કરતા હતા, તેમના દાવા પોકળ સાબિત થયા હતા. મુખ્ય વન સંરક્ષકને આ સમાચાર મળતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃત રાષ્ટ્રીય પ્રાણી પ્રત્યેની તેમની લાગણી જોઈને સ્થાનિકોની આંખો પણ ભીની થઈ હતી.

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે 4 - image

વન વિભાગ પર બેદરકારીના આક્ષેપો

વાઘના મૃત્યુ બાદ વન વિભાગના વ્યવસ્થાપન પર અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા. છ મહિનાથી વાઘ જંગલમાં હતો તે જાણ હોવા છતાં મીડિયાને પણ તેની જાણકારી આપવામાં નહોતી આવી. મૃતદેહ મળ્યા બાદ પણ તુરંત માહિતી કેમ છુપાવવામાં આવી? શું વન ખાતું સમગ્ર હકીકતો પર પડદો પાડવા માંગતું હતું? આટલા વર્ષો બાદ આવેલા એકમાત્ર વાઘની સુરક્ષા કેમ ન કરી શકાય? આ દુર્ઘટનાએ ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા હતા. બધાની નજર વાઘના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ પર હતી.

વાઘના મોત અંગે વન વિભાગનો દાવો

મહીસાગરમાં વાઘના દુઃખદ મોત બાદ વન વિભાગે તેની પાછળનું કારણ જાહેર કર્યું હતું. પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટના આધારે વન વિભાગે જણાવ્યું હતું કે વાઘના મૃત્યુનું કારણ ભૂખમરો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, વાઘને કોઈ ખેતરની આસપાસ લગાવેલી વીજળીના કરંટવાળી વાડ(Electric Fence)ને સ્પર્શ કરવાના કારણે તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે વાઘ લાંબા સમય સુધી શિકારની શોધમાં ચાલી શકતો નહોતો. પરિણામે, ખોરાક ન મળવાને કારણે આખરે તેનું કરુણ મૃત્યુ થયું હતું.

રતનમહાલમાં ‘સલામત’ વાઘની સફળતા

વર્ષ 2019ની ઘટનાથી વિપરીત, હાલમાં દાહોદના રતનમહાલમાં જે યુવા નર વાઘે કાયમી વસવાટ બનાવ્યો છે, તેના મોનિટરિંગ અને સંરક્ષણ માટે વન વિભાગ સતત તત્પર છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વાઘ ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રોકાયેલો વાઘ બનીને વન વિભાગની 2019ની ભૂલોમાંથી શીખવાની સકારાત્મક નિશાની આપી રહ્યો છે. ગુજરાત આજે સિંહ-દીપડા અને વાઘનો ત્રિવેણી સંગમ બની રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટ કેસ: ‘અલ ફલાહ ગ્રુપનો ચેરમેન વિદેશ ભાગવાની ફિરાકમાં હતો’, કોર્ટમાં EDના ચોંકાવનારા ખુ…

દિલ્હી બ્લાસ્ટ કેસ: 'અલ ફલાહ ગ્રુપનો ચેરમેન વિદેશ ભાગવાની ફિરાકમાં હતો', કોર્ટમાં EDના ચોંકાવનારા ખુ...

NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પહેલા કરતા વધુ કામ કરીશું’ | CM…

NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'પહેલા કરતા વધુ કામ કરીશું' | CM...

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ | Sam…

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ | Sam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બલૂન ટૅક્નોલૉજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપોરની ટીમ પણ જોડાઈ | Bal…

બલૂન ટૅક્નોલૉજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપોરની ટીમ પણ જોડાઈ | Bal…

8 months ago
ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક વેપાર ખોટકાશે : આઈએમએફની ચેતવણી | Trump’s tariffs will hurt global trade: I…

ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક વેપાર ખોટકાશે : આઈએમએફની ચેતવણી | Trump’s tariffs will hurt global trade: I…

5 months ago
રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

4 months ago
વડોદરાના સરસિયા તળાવથી મગર સ્વામી આશ્રમ પાસે મેગા ડિમોલિશન : કાચા પાકા અનેક મકાનોનો સફાયો | Mega dem…

વડોદરાના સરસિયા તળાવથી મગર સ્વામી આશ્રમ પાસે મેગા ડિમોલિશન : કાચા પાકા અનેક મકાનોનો સફાયો | Mega dem…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News