![]()
– યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવેએ નિર્ણય કર્યો
– બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ, ભાવનગર-ગાંધીગ્રામ અને ભાવનગ-ધોળા-ભાવનગર ટ્રેનનો સમાવશે
ભાવનગર : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી ૩૧મી ડિસેમ્બર સુધી ભાવનગર રેલવેની ત્રણ જોડી વિશેષ ટ્રેનની ફ્રિક્વન્સી લંબાવવાનો નિર્ણય કરાયો છે.
ગાંધીગ્રામ-બોટાદ, બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન અગાઉ ૩૦ સપ્ટેમ્બર સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તે હવે ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. તેવી જ રીતે ભાવનગર-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેન અગાઉ તા.૩૦-૯ સુધી અધિસૂચિત કરાઈ હતી. તેની પણ ૩૧મી ડિસેમ્બર સુધી ફ્રિક્વન્સી લંબાવવામાં આવી છે. ભાવનગર-ધોળા અને ધોળા-ભાવનગર દૈનિક સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હોવાનું ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.










