Indigo Flight Bird Hit : ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બર્ડ હિટનો શિકાર બની છે. પટણાના રાંચી એરપોર્ટ પર એરલાઈન્સની એક ફ્લાઈટ સાથે ગીધ અથડાયું છે, જેના કારણે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, ફ્લાઈટમાં લગભગ 175 પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યો સંપૂર્ણ સંરક્ષિત છે.
ફ્લાઈટ 4000 ફૂટની ઊંચાઈ પર હતી, ત્યારે બની ઘટના