Russia May Attack On Germany : શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે? આની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કબજો કરવાની તૈયારીમાં દાવો કરાયો છે. બીજીતરફ રશિયા યુક્રેન બાદ જર્મનીને પોતાના તાબામાં લેવા માટે યુદ્ધ કરેલ તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચોંકવનારી વાત એ છે કે, જર્મનીએ બંકરો, સુરંગો અને ટેંકો સહિતનું બાંધકામ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે, જેના કારણે રશિયાના સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરાઈ છે.
જર્મનીએ બંકર અને સુરંગો બનાવવાનું શરૂ કર્યું
રિપોર્ટ મુજબ, રશિયાએ યુક્રેનની મુશ્કેલી વધાર્યા બાદ યુરોપના અનેક દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે.