Bengaluru Woman Murdered Case: એક સોફ્ટવેર એન્જિનિયરે OYO હોટેલમાં એક પરિણીત મહિલા અને બે બાળકોની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. 25 વર્ષીય એન્જિનિયર 33 વર્ષીય મહિલાના પ્રેમમાં પાગલ હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે મહિલાએ સંબંધ ખતમ કરવાની વાત કરી, તો આ યુવક હેવાન બની ગયો. તેણે તેની ઉંમરથી મોટી ગર્લફ્રેન્ડ પર છરીથી 17 વાર હુમલો કર્યો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી પ્રકાશમાં આવી હતી. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ નોંધાઈ છે.