Rahul Gandhi’s On Mumbai Train Incident : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત કેન્દ્રની NDA સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો કે, નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, માત્ર પ્રચાર કર્યો છે. કેન્દ્ર સરકાર વર્તમાનની વાત કરવાનું છોડીને વર્ષ 2047ના સપના બતાવી રહ્યું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભીડભાડ વાળી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 4 મુસાફરોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હોવાને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.
વિપક્ષ નેતાએ ‘X’ પર લખ્યું કે, ‘જ્યારે મોદી 11 વર્ષની સેવાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દેશની હકિકત મુંબઈથી આવેલી પીડાદાયક સમાચારમાં જોવા મળે છે.