
Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નથી અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિમાનમાં ભારતની એક દિકરી જે પોતાના સ્વપ્નાઓને ઉડાન આપવા લંડન જઈ રહી હતી, તેનુ પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી પાયલ ખટીક ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન માટે એર ઈન્ડિયાના આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી.










