US Travel Advisory for INDIA: અમેરિકન વિદેશ વિભાગે પોતાના નાગરિકોને કહ્યું કે, ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખે. જેના માટે તેમણે ક્રાઇમ, આતંકવાદ અને સરહદી વિસ્તારોમાં સંભવિત સૈન્ય અથડામણનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે, ભારતમાં દુષ્કર્મ સહિત હિંસાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તેથી અમેરિકન મહિલાઓને ભારતમાં એકલી મુસાફરી ન કરવા જણાવવામાં આવ્યું છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે તેની વેબસાઇટ પર એક એડવાઇઝરી જાહેર કરી છે.