Himanta Biswa Sarma: બંધારણના આમુખમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષ શબ્દો દૂર કરવા માટે ભાજપ નેતાઓ દ્વારા સંઘને કરવામાં આવેલી અપીલ વચ્ચે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ મોરચો ખોલ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સરમાએ ઈમરજન્સીને લઈને કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, ‘ઈમરજન્સી વખતે બંધારણમાં ઉમેરવામાં આવેલા ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દોને હટાવી દેવા જોઈએ. આ સાથે કટોકટીના તમામ વારસાને દૂર કરવાનો આ યોગ્ય સમય છે.’
મુખ્યમંત્રી સરમાએ શું કહ્યું?
ભાજપના મુખ્ય કાર્યલયમાં ‘ધ ઈમરજન્સી ડાયરીઝ’ નામની પુસ્તકનું વિમોચન કરતી વખતે સરમાએ બંધારણના આમુખમાંથી આ બે શબ્દો હટાવવા માટે અપીલ કરી હતી.