India Agni-5 Bunker Buster Missile : વર્તમાન સમયમાં વિશ્વભરમાં સંઘર્ષ તેમજ ભવિષ્યના યુદ્ધોની તૈયારીને ધ્યાને રાખી ભારતે એડવાન્સ્ડ બંકર-બસ્ટર્સ બોમ્બ બનાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાએ તાજેતરમાં જ ઈરાનના પરમાણુ કેન્દ્ર પર બંકર-બસ્ટર્સ બોમ્બ ઝિંક્યા હતા. ત્યારબાદ ભારતે અમેરિકાથી પણ ખતરનાક બંકર-બસ્ટર્સ બોમ્બ બનાવવા તરફ આગળ વધ્યું છે. ભારતનું બંકર-બસ્ટર્સ બોમ્બ દુશ્મન દેશની જમીનની 100 મીટર નીચે ઘૂસીને ટાર્ગેટ કરવાની ક્ષમતા ધરાવતું હશે.
ભારત પાવરફુલ મિસાઈલ સિસ્ટમ ડેવલપ કરશે