નાગપુર,૯ જુલાઇ,૨૦૨૫,બુધવાર
કોઇ પુરુષને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોય તેના આધારે ડીએનએ ટેસ્ટની માંગણી યોગ્ય ઠરાવી શકાય નહી, ડીએનએ જેવો આનુવાંશિક ટેસ્ટ અસામાન્ય સંજોગોમાં જ કરવામાં આવે છે આ મુજબનો ચુકાદો બોંબે હાઇકોર્ટની નાગપુર પીઠે આપ્યો હતો.પીઠે કહયું હતું કે કોઇ વ્યકિતને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોય તેના આધારે ડીએનએ પરીક્ષણ થઇ શકે નહી.
આ સાથે જ પારિવારિક કોર્ટ તરફથી નાબાલિગ યુવકના ડીએનડીએ પરીક્ષણના આદેશને રદ્દ કર્યો હતો. પારિવારિક કોર્ટે ફેબુ્આરી ૨૦૨૦માં આદેશ કરીને પિતૃત્વનો નિર્ણય લેવા માટે જીએનએ પ્રોફાઇલિંગ પરીક્ષણ કરવાનો આદેશ કર્યો હતો.