Jaguar Fighter Aircraft Crashed: ભારતીય વાયુસેના તેમજ દેશને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં બુધવારે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું. ઘટના સ્થળેથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એક માહિતી પ્રમાણે, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી બચાવ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું છે.