Bihar Election-2025 : મતદાર યાદીમાં સુધારણા માટે ચૂંટણી પંચના વિશેષ સઘન પુનઃપરીક્ષણ (એસઆઈઆર) અભિયાન મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું કે, ‘ભાજપ મહારાષ્ટ્રની જેમ બિહારની આગામી વિધાનસભા ચૂંટણી ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે, જોકે ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેશે.
અમારું ગઠબંધન ભાજપને ચૂંટણી ચોરી કરતા અટકાવશે : રાહુલ ગાંધી
ખડગે અને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ઓડિશાના ભુવનેશ્વરમાં ‘સંવિધાન બચાવો સમાવેશ’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. રાહુલે કહ્યું કે, ‘મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ ચૂંટણી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.