gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z | Ahmedabad Plane …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z | Ahmedabad Plane …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash Report:  અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. 12 જૂન 2025ના દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 બોઇંગ 787-8 ડ્રીમલાઇન ફક્ત 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતે 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરની સાથે અન્ય 19 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં અનેક રહસ્ય બહાર આવ્યા છે. 

કૉકપિટમાં પાયલટની મૂંઝવણથી માંડીને અચાનક ખોટકાઈ ગયેલા એન્જિન સહિત 10 મહત્ત્વના મુદ્દા. 

બંને એન્જિનની ફ્યુલ સ્વિચ અચાનક ‘કટ ઓફ’ 

ટેકઑફ બાદ વિમાન 180 નૉટ્સની સ્પીડ પર હતું, ત્યારે બંને એન્જિનની ફ્યુલ સ્વિચ ‘રન’થી અચાનક ‘કટ ઑફ’ પોઝિશનમાં જતા રહ્યા. આ ઘટના એવી હતી કે જાણે કોઈએ જાણી જોઈને કે અજાણ્યા એન્જિનના શ્વાસ રોકી દીધા હોય. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો…

બંને પાયલટ્સ વચ્ચે મૂંઝવણ

કૉકપિટ વૉઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજાને પૂછે છે કે, ‘તમે ફ્યુલ કટ ઑફ કેમ કર્યું?’ તેના જવાબમાં બીજા પાયલટ કહે છે કે, ‘મેં તો કંઈ નથી કર્યું’ આ સંવાદ પરથી માલુમ પડે છે કે, કૉકપિટમાં બંને વચ્ચે કેવી મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી! 

શું હતું અકસ્માતનું કારણ? 

પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ કોઈ માનવીય ભૂલ હતી, ટેક્નિકલ ખામી હતી કે જાણી જોઈને કંઈ કરાયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી.       

એન્જિન 1 માં આશાનું કિરણ, પરંતુ વિમાન તૂટી પડ્યું 

આ તપાસ પ્રમાણે, એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલટને રિકવરીની આશા હતી. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે તે પૂરતું નહતું.

એન્જિન 2નો નિષ્ફળ પ્રયાસ

એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ. 

રિલાઇટનો પ્રયાસ, પરંતુ તેમાં પણ નિષ્ફળતા

પાયલટે તુરંત ફ્યુલ સ્વિચને ફરી ‘રન’ પોઝિશનમાં કરી અને બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (EGT) વધવાથી રિલાઇટનો પ્રયાસ સ્પષ્ટરૂપે જોઈ શકાયો. જો કે, ઓછી ઊંચાઈના કારણે પાયલટને પૂરતો સમય જ ના મળ્યો. 

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: પ્રાથમિક રિપોર્ટ જાહેર થયા પછી એર ઈન્ડિયા-બોઈંગની પહેલી પ્રતિક્રિયા

એન્જિનની સ્પીડ લઘુતમથી પણ ઓછી

ફ્લાઇટ ડેટા રેકોર્ડરના વિશ્લેષણ પ્રમાણે, બંને એન્જિનની N2 વેલ્યુ સરેરાશ સ્પીડથી પણ ઓછી હતી, જે એન્જિન સંપૂર્ણપણે ઠપ થઈ જવાનો જ સંકેત હતો. 

બ્લેક બૉક્સનો એક ભાગ બેકાર

અકસ્માતમાં વિમાનના એન્જિનની સાથે એન્હાન્સ્ડ એરબોર્ન ફ્લાઈટ રેકોર્ડર (EAFR) સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા હતા. આ કારણસર ડેટાને સામાન્ય રીતે કાઢવો સંભવ નહતો. પ્લેન ક્રેશની તપાસમાં આ મોટો ઝટકો ગણી શકાય. 

સલામતીના કોઈ જ સૂચન નહીં, તપાસ શરૂ

AAIBએ હજુ સુધી બોઇંગ 787-8 અથવા તેના GE GEnx-1B એન્જિન માટે સલામતીના કોઈ સૂચન જાહેર કર્યા નથી, જે સંકેત આપે છે કે, અત્યાર સુધી કોઈ ટેક્નિકલ ખામી સામે નથી આવી.     

આગળની તપાસમાં પુરાવા ભેગા કરાશે 

AAIBએ કહ્યું કે, પ્રાથમિક તપાસ કરીને ઊંડી તપાસનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે, જેમાં ઊંડું વિશ્લેષણ કરીને વધુ પુરાવા એકઠા કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે | Massive fire breaks out…
GUJARAT

VIDEO: વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે | Massive fire breaks out…

July 21, 2025
ડભોઇમાં કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો, જિ.પંચાયતના ઉપપ્રમુખનો હાથ હોવાનો આક્ષેપ | Attack on contracto…
GUJARAT

ડભોઇમાં કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો, જિ.પંચાયતના ઉપપ્રમુખનો હાથ હોવાનો આક્ષેપ | Attack on contracto…

July 21, 2025
ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી | For…
GUJARAT

ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી | For…

July 21, 2025
Next Post
‘હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા’, અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન | Air India …

'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન | Air India ...

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે PGVCLની વીજ લાઈનમાં તાર બદલવાનું કામ કરી રહેલા શ્રમિકને વીજ આંચકો લા…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે PGVCLની વીજ લાઈનમાં તાર બદલવાનું કામ કરી રહેલા શ્રમિકને વીજ આંચકો લા...

અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે? જેના કટઓફના કારણે દુર્ઘટના સર્જાઈ | …

અમદાવાદ પ્લેન ક્રેશ: વિમાનમાં ફ્યુલ સ્વિચ કેવી રીતે કામ કરે છે? જેના કટઓફના કારણે દુર્ઘટના સર્જાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકી છુપાયાની આશંકા | …

1 day ago
પંજાબમાં હત્યાના ગુનાના બે આરોપી નડિયાદથી ઝડપાયા | Two accused of murder in Punjab arrested from Nad…

પંજાબમાં હત્યાના ગુનાના બે આરોપી નડિયાદથી ઝડપાયા | Two accused of murder in Punjab arrested from Nad…

3 months ago
મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

3 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News