gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર અમરેલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા સાજણ ટીંબા ગામે ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે. જેના કારણે આસપાસના 8થી10 ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સરકારી બસ બસ આવી શકતી ન હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મુકવા જવા પડે છે. ઇમરજન્સી સેવા 108 એમ્બુલન્સ પણ અહીં ડાયરેક્ટ આવી શકતી ન હોવાથી દર્દીઓ કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે ખુબજ મુશ્કેલીઓ પડી રહી છે. 

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાજણ ટીંબા ગામે આવેલો ગગડીયો નદી ઉપરનો પુલ અત્યંત જૂનો અને જર્જરિત થઈ ચૂક્યો હતો. કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય તેના માટે તંત્ર દ્વારા આ પુલ ઉપર માટી નાખી છેલ્લા બે વર્ષથી પુલ ઉપર અવર જવર બંધ કરી દેવામાં આવી છે. લોકોને હાલાકી ના પડે તેના માટે નદીમાં કાચું બે મોટા ભૂંગળા વાળું ડ્રાઇવર્ઝન કાઢવામાં આવ્યું છે. પરંતુ ડ્રાઇવર્ઝન માત્ર નામ પૂરતુ જ છે, કારણ કે નદીમાં પૂરના પાણી આવતાં જ બધી માટી તણાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે.

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં 2 - image

સ્થાનિક રહીશ લાલજીભાઈ માલધારીએ જણાવ્યું હતું કે દામનગરથી અમરેલીને જોડતો આ મુખ્ય માર્ગ હોવાના કારણે ગુંદરણ,આસોદર, હરિપર , સાજણ ટીંબા સહિત 8 થી 10 ગામોના લોકોને અવાર નવાર લીલીયા અને અમરેલી જવાની ફરજ પડે છે. આ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પણ લીલીયા અને અમરેલી ઉપડાઉન કરે છે. એક પણ એસટી બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચે છે અથવા તો જઈ શકતા નથી. અહીં આસપાસનો વિસ્તારના સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાના કારણે બાળકોને તેમના માતા પિતા એકલા મૂકી પણ શકતા નથી.

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં 3 - image

આ ઉપરાંત દર્દીઓ માટે એમ્બુલન્સ જેવી ઇમરજન્સી સર્વિસ પણ ડાયરેક્ટ આવી શકતી નથી. હોસ્પિટલ જવા માટે આશરે 15 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે સમય પણ વધુ લાગે છે. તંત્રના પાપે પ્રસુતાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ખુબજ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સાજણ ટીંબા ગામના સરપંચ સહિત તમામ ગામના લોકો દ્વારા તાત્કાલિક પુલ બનાવવામાં આવે અને વૈકલ્પિક રસ્તો સારો અને પાક્કો કરવામાં આવે તેવી માંગ કરી છે.

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં 4 - image

આ અંગે લીલીયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું અને અધિકારી પાસે માહિતી મેળવવા જણાવ્યું હતું. બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ પુલનું ટેન્ડર થઈ ગયું છે અને એજન્સી પણ નક્કી થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આ કામ શરૂ કરવામાં આવશે. ત્યારે શું હવે ખરેખર લોકોની આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી તંત્રના પાપે લોકોની મુશ્કેલીઓ યથાવત રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ…

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ...

વનવાસી ઉત્કર્ષ મંડળની 10 આશ્રમશાળાઓમાં સીડ બોલ કાર્યક્રમ યોજાયો

વનવાસી ઉત્કર્ષ મંડળની 10 આશ્રમશાળાઓમાં સીડ બોલ કાર્યક્રમ યોજાયો

'જેઠાલાલે' જિમ ટ્રેનરની મદદ લીધા વિના 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું હતું, જાણો કેવી રીતે | taarak mehta ka ooltah chashmah dilip joshi weight loss story

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ…

સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ…

9 months ago
ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

7 months ago
સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

5 months ago
જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News