IIM Calcutta Misdemeanor case : કોલકાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલેજની એક વિદ્યાર્થી પર એક વિદ્યાર્થિનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પીડિતાના પિતા અને આરોપી વિદ્યાર્થીની માતાના નિવેદનો સામે આવ્યા છે. પીડિતાના પિતાએ પોતે પોતાની પુત્રીના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘મારી પુત્રી સાથે કંઈ ખોટું થયું નથી. ન તો તેના પર દુષ્કર્મ થયો હતો, ન તો કોઈએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મારી પુત્રી આરોપીને ઓળખતી પણ નથી.