– લખતર-વિરમગામ હાઇવે ઉપર આવેલી
– તંત્રના વાંકે તૂટેલા સ્લેબ પરથી દૈનિક ૫૦૦થી વધુ વાહન અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર
સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઇવે ઉપર આવેલી શ્રીનાથજી સોસાયટી જવાના માર્ગ પર આવેલા નાળાનો સ્લેબ જર્જરિત થયો છે. તંત્રના વાંકે તૂટેલા સ્લેબ પરથી દૈનિક ૫૦૦થી વધુ વાહન અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર થયા છે.
લખતર-વિરમગામ હાઇવે ઉપર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં અવરજ્વર કરવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ નાળું જર્જરીત અને અત્યંત બિસ્માર હોવાથી નાળા પર પસાર થતા નાના મોટા વાહનચાલકો અને રાહદારીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાલમાં નાળા ઉપરના સ્લેબનો એક ભાગ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે શુ બિસ્માર નાળું તંત્રના અધિકારીઓ કે પદાધિકારીઓને નજરે કેમ નથી આવી રહ્યું ? તેવા સવાલો રાહદારીઓ અને વાહનચાલકોમાં ઉઠવ પામ્યા છે.
વહેલી તકે આ વિસ્તારના રહીશોને અવરજ્વર કરવામાં તકલીફ ના પડે તે માટે નાળાની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આશરે સાતથી આઠ વર્ષ પહેલા સહયોગ વિદ્યાલય પાસેથી સોસાયટીમાં જવા માટે તંત્ર દ્વારા નવનિમત બનાવેલ પાણીના નિકાલવાળું નાળા ઉપરથી કપચી ભરેલ ડમ્પર પસાર થતા નાળું બનાવ્યાને માત્ર આઠ માસની અંદર સમયે તૂટી પડેલ હતું. ત્યારે પણ સરકારી તંત્રની હલકી ગુણવતાવાળા કામ કરવાની કામગીરી ખુલ્લી પડી હતી.