અમદાવાદ,શનિવાર,12 જુલાઈ,2025
અમદાવાદના મુઠીયા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના
૧૯૭૧ ચોરસમીટરના સેલ ફોર કોમર્શિયલ પ્લોટ માટે હરાજી હાથ ધરાઈ હતી.જેમાં સફળ
ઓફરદાર પ્રકાશ વેકરીયા દ્વારા બેન્કલોન નહીં મળતા બાકીના નાણાં છ મહીનામાં ભરવા છ
મહીનાની વધુ મુદત માંગી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજુર કરી રાજય સરકાર
સમક્ષ મોકલી આપી છે.અંદાજે રુપિયા સોળ કરોડથી વધુની રકમ કોર્પોરેશનને પ્રોપરાયટર
પાસેથી લેવાની નીકળે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલા
રહેણાંક અને કોમર્શિયલ પ્લોટના વેચાણ માટે ૨૧ જુન-૨૦૨૪ના રોજ ઈ-ઓકશન કરાયુ
હતુ.પ્રતિ ચોરસ મીટર રુપિયા ૯૫૦૦૦ની મહત્તમ ઓફર ઓફરદારે કરી હતી.પ્લોટ ફાળવણી સમયે
ઓફરદાર તરફથી દસ ટકા લેખે રુપિયા ૧.૮૭ કરોડ કોર્પોરેશનમાં જમા કરાવાયા હતા.આ પછી
એસ.એલ.એન.કન્સ્ટ્રકશન કંપનીના પ્રોપરાયર પ્રકાશ મધુભાઈ વેકરીયાને કુલ પ્રિમીયમના
બાકીના નાણા વ્યાજ સહીત છ મહીનામાં ભરવા
પત્રથી જાણ કરાઈ હતી.આ મુદત ૩૦ માર્ચ-૨૫ના રોજ પુરી થઈ હતી.દરમિયાન
ટેન્ડરની શરત મુજબ, ૧૮૦
દિવસથી વધુ મુદત આપવાની કોઈ જોગવાઈ નહતી. પ્રોપરાયર દ્વારા પ્રિમીયમના બાકીના
નાણાં વ્યાજ સહીત ભરપાઈ કરવા છ મહીનાની વધુ મુદત આપવા રજુઆત કરી હતી. એસ.એલ.એન.કન્સ્ટ્રકશન કંપની,સોલો
પ્રોપરાયરશીપથી ઈ-ઓકશનમાં ભાગ લીધો હતો.તે પ્રમાણે ફાળવણી હાથ ધરાઈ હતી.બેન્કલોન
નહીં મળવાના કારણે પ્રોપરાયર તરફથી એસ.એલ.એન.કન્સ્ટ્રકશન કંપની,સોલો
પાર્ટનર્શીપના બદલે એસ.એલ.એન.કન્સ્ટ્રકશન કંપની
પાર્ટનર્શીપ ફર્મમાં ટ્રાન્સફર કરવા અંગે રજુઆત કરી હતી.સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,
આ કંપનીને અંદાજે રુપિયા ૧૬.૭૨ કરોડથી વધુ રકમ કોર્પોરેશનને આપવાની નીકળે
છે.જે અઢાર ટકા વ્યાજ સાથે વસૂલાશે.રાજય
સરકાર સમક્ષ આ દરખાસ્ત મોકલી અપાઈ છે.