gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર અવકાશ યાત્રીઓ આજે આઈએસએસ પરથી રવાના થશે

શુભાંશુ શુક્લાએ આમ રસ અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો, કન્ડેન્સ્ડ મિલ્ક અને અખરોટમાંથી બનાવેલી કેક પણ પીરસાયાં

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા પછી ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા, એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ અવકાયાત્રીઓ માટે આઈએસએસ પરથી વિદાયનો સમય થઈ ગયો છે. તેઓ પૃથ્વી પર પાછા ફરવા માટે સોમવારે અવકાશ મથક પરથી રવાના થશે. તેઓ ૧૫ જુલાઈને મંગળવારે બપોરે ૩.૦૦ કલાકે કેલિફોર્નિયા પહોંચે તેવી શક્યતા છે.

એક્સિઓમ-૪ના કમાન્ડર પેગ્ગી વ્હિટસન, પાયલોટ શુભાંશુ શુક્લા, ટિબોર કાપુ અને મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોઝ ઉઝનાન્સ્કી વિસ્નિએવ્સ્કી તેમના સંશોધનો પૂરા કર્યા છે અને તેઓ સોમવારે સવારે ૭.૦૫ કલાકે આઈએસએસ પરથી અનડોક થશે. શુભાંશુ શુક્લા માટે આ પ્રવાસ ઐતિહાસિક રહ્યો છે. તેઓ આઈએસએસનો પ્રવાસ કરનારા પહેલા અને રાકેશ શર્મા પછી અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય અવકાશ યાત્રી બન્યા છે.

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ જણાવ્યું કે, એક્સિઓમ-૪ અંગે મિશન સંચાલકોને લીલી ઝંડી આપી દેવાઈ છે. એક્સિઓમ-૪ મિશન હેઠળ અવકાશ યાત્રીઓ ૧૪ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતા. તેમનો આ સમયગાળો પૂરો થઈ ગયો છે. એક્સિઓમ-૪ના ક્રૂને આઈએસએસ પર રવિવારે સાંજે ઔપચારિક રીતે ફેરવેલ પાર્ટી અપાઈ હતી. અમેરિકન અવકાશ યાત્રી જોની કિમે કહ્યું કે, અવકાશયાત્રીઓને એપેટાઈઝર માટે રિહાઈડ્રેટેડ ઝિંગા કોકટેલ પીરસાયું હતું જ્યારે મુખ્ય મેનુમાં સ્વાદિષ્ટ ચિકન અને બીફ ફજિતાનો સમાવેશ કરાયો હતો. શુભાંશુ શુક્લાએ આમ રસ અને ગાજરના હલવાનો સ્વાદ માણ્યો હતો જ્યારે પોલિશ અવકાશ યાત્રી સ્લાવોઝે તેમની સ્થાનિક વાનગી, કોબી અને મશરૂમ્સ આરોગી હતી. તેમને મીઠી બ્રેડ, કન્ડેન્સ્ડ મિલ્ક અને અખરોટમાંથી બનાવેલી કેક પણ પીરસાયાં હતાં. આઈએસએસ પર હાલ ૧૧ અવકાશ યાત્રીઓ છે, જેમાં એક્સપેડિશન ૭૩ના સાત અને એક્સિઓમ-૪ વ્યાવસાયિક મિશનના ચારનો સમાવેશ થાય છે. 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મારફત જણાવ્યું કે, એક્સિઓમ-૪ મિશનના અવકાશ મથકથી અલગ થવાનો સમય ૧૪ જુલાઈને સાંજે ૪.૩૦ કલાકે નિર્ધારિત કરાયો છે. આ મિશનના પૃથ્વી પર સ્પ્લેશડાઉનની પ્રક્રિયા ૧૫ જુલાઈ બપોરે ૩.૦૦ કલાકે નિશ્ચિત કરાઈ છે. આ ટાઈમિંગમાં લગભગ એક કલાકની માર્જિન વિન્ડો હોય છે. એટલે કે આ સમયમાં એક કલાક સુધીનો ફેરફાર થઈ શકે છે. પૃથ્વી પર આગમન પછી શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓ ગુરુત્વાકર્ષણને અનુકૂળ થવા માટે સાત દિવસ સુધી રિહેબિલિશન સેન્ટરમાં રોકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was...

લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go ...

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …

કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …

2 months ago
ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

7 months ago
‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

8 months ago
બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…

બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News