Jamnagar : જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂના ધંધાર્થીઓ અથવા તો માથાભારે શખ્સો, કે જે લોકોની પોલીસતંત્ર દ્વારા યાદી કરાઇ છે, તે પૈકીના પાંચ શખ્સોના નામની યાદી બનાવીને આજે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝાના માર્ગદર્શન હેઠળ એક પોલીસ ટુકડી બેડી-બેડેશ્વર વિસ્તારમાં પહોંચી હતી અને પીજીવીસીએલની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જે દરમિયાન બુટલેગર અને માથાભારે ગણાતા પાંચ શખ્સોના રહેણાંક મકાનમાં વીજ ચોરી મળી આવી હતી. જેથી તમામ સામે વીજ ચોરી અંગેના જામનગરના વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવી રહ્યા છે, ઉપરાંત પીજીવીસીએલ દ્વારા પાંચેય સામે વીજ ચોરી અંગેના પુરવણી બિલો આપવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રની આ સરપ્રાઈઝ કાર્યવાહીને લઈને માથા ભારે તત્વો માં ફફડાટ મચી ગયો છે.