– હાઈકોર્ટની ચાર્જ ફેમના દિશા નિર્દેશ બાદ
– લારીઓવાળા, દુકાનદારોના દબાણો નહીં હટતા ટ્રાફિક સમસ્યાથી હજૂ હાલાકી યથાવત્
કપડવંજ : હાઈકોર્ટના ચાર્જ ફેમ કરવાની ટકોર બાદ કપડવંજ પાલિકા તંત્રએ નગરમાં પ્રાથમિક સુવિધાઓની કામગીરી શરૂ કરી દીધી છે. પરંતુ હજુ દબાણો નહીં હટાવતા ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર જ યથાવત્ છે.
હાઈકોર્ટમાં કન્ટેમ્પ પિટીશન થયા બાદ ગઈ કાલે હાઈકોર્ટે દબાણો, રખડતા ઢોર સહિતની સમસ્યા અંગે બેજવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ ચાર્જ ફેમ કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે હવે કપડવંજ પાલિકા તંત્ર સફાળું જાગીને હરકતમાં આવ્યું છે. નાગરિકોની પ્રાથમિક સુવિધા રોડ, પાઈપ લાઈન, ગટરો માટે ત્વરિત કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્યારે પાલિકા ઈરાદાપૂર્વક કામગીરી કરતી ન હતી તેવા આક્ષેપો સાથે નગરમાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે હજૂ પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર લારીઓવાળા, દુકાનદારના દબાણો, ટ્રાફિક સમસ્યા જૈસેથે સ્થિતિમાં જ યતાવત્ છે. ત્યારે વિદ્યાર્થીઓ, વૃદ્ધોને અગવડ પડવા સાથે જીવનું જોખમ છે. ત્યારે ત્વરિત દબાણો હટાવાય તેવી માંગણી ઉઠી છે.